ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

ગાંધીજી પર વિવાદિત પુસ્તક પર ગુજરાતમાં પ્રતિબંધ

મહાત્મા ગાંધીના જીવન પર આવેલ એક વિવાદાસ્પદ પુસ્તક પર ગુજરાતમાં બુધવારે પ્રતિબંધ લગાડવામાં આવ્યો. મુખ્યમંત્રી નરેન્દ્ર અમોઈએ પુસ્તની વિષયવસ્તુને વિકૃત અને અહિંસાના પ્રતિકની છબિને દૂષિત કરનારુ બતાવ્યુ.

પુસ્તક પર પ્રતિબંધ લગાવવા માટે મોદીએ વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેને સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 'ગ્રેટ સોલ મહાત્મા ગાંધી એંડ હિઝ સ્ટ્રગલ વિધ ઈંડિયા'ના લેખક અને પુલિત્જર પુરસ્કાર વિજેતા જોસેફ લેલીવેલ્ડે મહાત્મા ગાંધી વિશે આપત્તિજનક ટિપ્પણી કરે વિવાદ ઉભો કર્યો છે સમીક્ષકોનુ કહેવુ છે કે પુસ્તક સંકેત આપે છે કે મહાત્મા ગાંધી ઉભયલિંગી હતા.

મોદીએ કહ્યુ કે લેખકે પુસ્તક લખવામાં વિકૃત માનસિકતાનો પરિચય આપવાની સાથે જ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

મુખ્યમંત્રીએ કહ્યુ, 'પુસ્તકે મહાત્મા ગાંધીની છવિને ખરાબ કરી છે અને તેને લઈને ગુજરાતમાં જ નહી પરંતુ પૂરા દેશમાં નારાજગી ફેલાઈ છે. મુખ્યમંત્રીએ કહ્યુ, 'હુ સદનને માહિતી આપવા માંગુ છુ કે આ પુસ્તક પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.'