ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: પોરબંદર , ગુરુવાર, 2 ઑક્ટોબર 2008 (22:50 IST)

ગાંધીજીના સ્વપ્નાને સાકાર કરાશે-મોદી

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 140મી જન્મ જ્યંતિએ કીર્તિમંદિર પોરબંદરમાં યોજાયેલી પ્રાર્થના સભામાં સ્પષ્ય જણાવ્યું હતું કે, આતંકવાદ અને પ્રકૃતિ પ્રકોપના બંને સંકટોથી પીડિત વિશ્વમાં માનવ સમાજને ઉગારવાનો માર્ગ ગાંધીના જીવન અને વિચારમાંથી જ મળે છે.

ગાંધીજીને માનવતા અને પ્રકૃતિ પ્રેમના પક્ષકાર ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે, ગ્રામ સ્વરાજના ગાંધી સ્વપ્નાને સાકાર બનાવવા અને ગુજરાતના ગામોને સમૃધ્ધ અને શક્તિશાળી બનાવવા રાજ્ય સરકાર બાપુના પગલે ચાલી રહી છે. સ્વર્ણિમ ગુજરાતમાં ગાંધીને પ્રિય એવા પુસ્તકો પાસે સમાજ પહોંચે તેવા હેતુંથી ગુજરાતમાં વાંચન કિર્તીનું જન અભિયાન હાથ ધરવાની તેમણે જાહેરાત કરી હતી.

ગાંધી જ્યંતિ નિમિત્તે પોરબંદર ખઆતે યોજાયેલ સમારોહમાં મંત્રી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આજે યોજાયેલા પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા તેમજ સરકાર તરફથી રક્તપીતના દર્દીઓને પુનઃવસનના સાધનો, સહાય અર્પણ કરાયા હતા.