શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 11 મે 2016 (11:49 IST)

ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલ હુમલાના વિરોધમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા

ગાંધીનગરમાં પક્ષપલટુ મેયર પ્રવિણ પટેલ પર થયેલા હુમલાને લઈને ભારતીય જનતા પાર્ટી પણ ગંભીર બની છે. હુમલાના મુદ્દે મેયર પ્રવિણ પટેલ પ્રતિક ધરણા પર ઉતર્યા છે. ધરણાના સ્થળે ખૂની પંજા વડે મેયર પર કરેલો ખૂની હુમલો, કોંગ્રેસની દાદાગીરી નહી ચલેગી. નહી ચલેગી, અસહિષ્ણુતા મુદ્દે વાતો કરનારી કોંગ્રેસની સહિષ્ણુતા ક્યાં ગઈ તેવો પોસ્ટર્સ લગાવીને ઉગ્ર વિરોધ પણ વ્યક્ત પણ કરવામાં આવ્યો છે. મેયરના પ્રતિક ઉપવાસ સ્થળ પર ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા છે.

ઉપવાસ સ્થળ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ, ધારાસભ્ય અશોક પટેલ, પૂર્વ ધારાસભ્ય વાડીલાલ પટેલ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત છે. કોંગ્રેસના આ ટપલીદાવને ભાજપે ગંભીરતાથી લીધો છે. અને કોંગ્રેસના સભ્યોની ગેરવર્તણૂકના કારણે ભાજપે ઉપવાસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. મેયર પ્રવિણ પટેલ પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને ગઈકાલે મેયર પર થયેલા હુમલાની ઘટનાને ગુંડાગીરીમાં પણ ખપાવી છે. તો પ્રવીણ પટેલ પર કરવામાં હિચકારા હુમલાની વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ રીતનો વિરોધ અયોગ્ય છે અહિંસાના માર્ગે વિરોધ થવો જોઈએ.