ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: રવિવાર, 27 જાન્યુઆરી 2008 (11:18 IST)

ગાઝિયાબાદ ટ્રક અકસ્માતમાં 7ના મોત

ગાઝિયાબાદ(ભાષા) ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં બે ટ્રેકો વચ્ચે જોરદાર અથડામણ થવાથી 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ ગંભીર અકસ્માતમાં 5 લોકો ગંભીરપણે ઘાયલ પણ થયા છે. ઘાયલ લોકોને ગાઝિયાબાદની સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ યુપીમાં આવેલા ગાઝિયાબાદમાં આ જ સવારે એક ટ્રક ડ્રાઇવર ટ્રક પરનો કાબુ ગુમાવતા સામે આવતા બીજા ટ્રકને સામ સામે અથડાતા ઘટના સ્થળે જ ટ્રકમાં સવાર 7 લોકોના મોત નિપજ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોચીને ઘાયલો અને મૃત લોકોને હોસ્પીટલ ખસેડીયા હતા.