ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 26 જુલાઈ 2014 (16:55 IST)

ગીર અભ્યારણમાં સિંહોને રેલ્વે લાઇનથી દૂર રાખવા ફેન્સીંગ કરાશે

ગીર અભ્યારણમાં સિંહના અકસ્માતને અટકાવવા અભ્યારણ વિસ્તારમાંથી પસાર થતી ૩૦ કિ.મી. સુધીની રેલ્વે લાઇનની બંને તરફ તારનું ફેન્સીંગ અને અંડર પાસ ઉભા કરવા, બજેટમાં રૃ।. ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જયારે વન અને પર્યાવરણ વિભાગ માટે બજેટમાં રૃ।. ૭૩૧.૬૨ કરોડની જોગવાઇ કરાઇ છે.

ગુજરાતના વન અને પર્યાવરણમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, ૨૦૦૦-૦૧માં વનવિભાગનું બજેટ રૃ।. ૨૩૭ કરોડનું હતું. જે વર્ષ ૨૦૧૪-૧૫માં રૃ।. ૭૩૧.૬૨ કરોડ કરવામાં આવ્યું છે. જેમાં વનીકરણ માટે રૃ।. ૫૮૫.૪૩ કરોડ, વન્યજીવન માટે રૃ।. ૧૧૩.૧૯ કરોડ અને પર્યાવરણની જાળવણી માટે રૃ।. ૧૫ કરોડનું આયોજન કરાયું છે. સાથે જ વન વિસ્તારમાં રહેતા વનવાસી સમાજના વિકાસ માટે રૃ।. ૨૨૮.૯૫ લાખ અનુસૂચિત જાતિ માટે ખાસ અંગભૂત યોજના હેઠળ રૃ।. ૩૨ કરોડની જોગવાઇ કરાઇ છે. સિંહ, દીપડા, ધુડખર, કાળીયાર જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લી ગણતરી મુજબ એશીયાટીક સિંહોની સંખ્યા ૪૧૧ છે. આગામી વર્ષ ૨૦૧૫માં સિંહોની પુનઃ વસ્તી ગણતરી કરાશે. વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કુવાઓની ફરતે ૨૨ હજાર જેટલી પ્રોટેકશન વોલ તથા પ્રાણીઓની સારવાર માટે ચાર અદ્યતન રેસ્ક્યુ સેન્ટર ઉભા કરાયા છે.
રાજયમાં ઇકો ટુરીઝમનાં ૪૨ સ્થળોનો વિકાસ કરાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૫૭ લાખ પ્રવાસીઓએ ઇકો ટુરીઝમ સેન્ટરોની મુલાકાત લીધી છે. જયારે સાસણગીર ઇકો ટુરીઝમ વિસ્તારમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૧ લાખ ટુરીસ્ટોએ મુલાકાત લીધી હ તી. આગામી સમયમાં સાસણગીર પોલો, રતન મહાલ, ખીજડીયા, પદમડુંગરી જેવા સ્થળોનો ઇકો ટુરીઝમ ક્ષેત્રે વિકાસ કરવામાં આવશે. પર્યાવરણ અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી ચાલુ માસમાં ખોડલધામ કાગવડ (જેતપુર) ખાતે 'શક્તિ વન'ના નિર્માણ દ્વારા ૬૫માં વન મહોત્સવની ઉજવણી કરાશે.
હવામાન પરિવર્તનની આડઅસરોનો સામો કરવા સમગ્ર એશિયાખંડમાં ગુજરાતમાં સૌ પ્રથમ ''કલાઇમેટ ચેન્જ''નો વિભાગ શરૃ કરી આ માટે ૧૬૮ કરોડની જોગવાઇ કરાઇ છે. રાજયનો વન વિસ્તાર ૧૯૧૪૪ ચો.કી. મીટર છે અને ૩૦ કરોડ, ૧૪ લાખ વૃક્ષો છે. રાજયમાં પ્રદુષણ અટકાવવા માટે અને હવા, પાણી, પર્યાવરણની સુરક્ષા માટે છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦૯૮ ઉદ્યોગોને નોટીસો અપાઇ હતી. ખાસ કરીને ગીરના અભ્યારણમાં થઇ રહેલા સિંહોના અકસ્માતોને અટકાવવા માટે રૃ।. ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાંથી ગીર વિસ્તારમાંથી પસાર થતી ૩૦ કિલોમીટરની રેલ્વે લાઇનની બંને તરફ તારનું ફેન્સીંગ કરાશે અને જરૃર પડે ત્યાં અંડર પાસ ઉભા કરવામાં આવશે.