ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2013 (12:09 IST)

ગીરના સિંહોને મધ્‍યપ્રદેશમાં નહીં જવા દઇએઃ ગુજરાત પરિવર્તન પાર્ટી

P.R

ગીરના સિંહોને મધ્‍યપ્રદેશમાં ખસેડવાનો સુપ્રિમ કોર્ટે જે નિર્ણય આપ્‍યો છે તેના કારણોમાં રાજ્‍ય સરકાર તરફથી ગીરમાં સિંહોની સલામતી બાબતની યોગ્‍ય વિગતો રજુ ન કરતા જ આ પરિણામ આવ્‍યુ છે. તેમ ગુજરાત પરિવર્તન પાર્ટીના મહામંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફીયાએ આક્ષેપ કર્યો છે. એશિયાટીક સિંહોની છેલ્લા ૧૦ વર્ષમાં ગીરના જંગલમાં વસ્‍તીનો વધારો થયો જ છે અને સિંહોએ પોતાનો રહેણાંક વિસ્‍તાર અમરેલી અને ભાવનગર જીલ્લા સુધી વધાર્યો છે, પરંતુ રાજ્‍ય સરકાર ગીરમાં સિંહોની સલામતિ, ખોરાક, પાણી વિગેરે બાબતોની રજૂઆત કરવામાં બેદરકારી રાખી છે જેના કારણે સુપ્રિમ કોર્ટે આ નિર્ણય આપ્‍યો છે.

આ અગાઉ પણ બે વાર આપણા ગીરના સિંહ મધ્‍યપ્રદેશને આપેલા પરંતુ ત્‍યાં તેના મૃત્‍યુ થયા હતા તેના પુરાવાઓ પણ રાજ્‍ય સરકારે સુપ્રિમકોર્ટને આપવા જોઈતા હતા. ગીરની પ્રાકૃતિક અને ભૌગોલિક સ્‍થિતિ અને ત્‍યાંના વન્‍ય જીવનની વર્ષોથી ચાલી આવતી વ્‍યવસ્‍થા અનુકુળ છે જે તેના પુરતા પુરાવાઓ રાજ્‍ય સરકારે કેમ ન આપ્‍યા? ગુજરાતની પ્રજાએ તેનો વિરોધ કરવો જોઈએ. મુખ્‍યમંત્રીશ્રી વારંવાર પ્રસિદ્ધિ કરીને અમિતાભ બચ્‍ચનની મદદથી ગીરના વખાણ કરે છે પરંતુ ગીરના સિંહોને સાચવવાની પુરતી વ્‍યવસ્‍થાના પુરાવાઓ સુપ્રિમને આપી શકતા નથી. હજી પણ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના ગીરના સિંહોને રોકવા પ્રયત્‍ન કરે સમગ્ર ગુજરાત આ મુદ્દે એક થઈને આ લડત લડશે.