શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રવિવાર, 17 જુલાઈ 2016 (11:53 IST)

ગુજરતમાં 40 ટકા લોકો એક રૂમના મકાનમાં રહે છે

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર પાસેની ગિફ્ટ સિટીમાં ગગનચુંબી ઈમારતો વચ્ચે ગુજરાતમાં ૪૮.૧ ટકા પરિવારો પાસે જ પાકા મકાનોમાં જીવનનિર્વાહ કરી રહ્યા છે જ્યારે ૫૧.૯ ટકા કુટુંબોને કાચા મકાનોમાં આશરો લેવા પડી રહ્યો છે. ભારત સરકારે જાહેર કરેલા સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ- જીઈજીના તાજા રિપોર્ટમાં રાજ્યના સવા કરોડથી વધારે પરિવારોમાંથી ૩૯.૯ ટકાને એક રૂમના મકાનમાં રહેતા હોવાનું જાહેર થયું છે. રાષ્ટ્રીય સ્તરે પણ પાકા મકાનોની શ્રેણીમાં ગુજરાતની સ્થિતિ શ્રેષ્ઠ નથી. ભારતમાં ૫૨.૨ ટકા પરિવારો પાકા મકાનોમાં રહે છે જ્યારે ગુજરાતમાં આ ટકાવારી ૪૮.૧ ટકાએ જ અટકી છે. તેમ છતાંયે દેશના ગ્રામીણક્ષેત્રોમાં પાકા મકાનોની શ્રેણીમાં ગુજરાતની સ્થિતિ શ્રેષ્ઠ હોવાનો રિપોર્ટ ગૃહ મંત્રાલય હસ્તકના વસ્તીગણતરી પ્રભાગે આપ્યો છે. બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળ કરતા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પાકા મકાનોનું પ્રમાણ સૌથી વધારે છે. રાષ્ટ્રીય સ્તરે ગ્રામીણ વિસ્તારોમાં અડધા પાકા મકાનોના પ્રમાણની સરેરાશ ટકાવારી ૧૯.૮ ટકા અને કાચા મકાનોની ૨૮ ટકા છે. જેની સામે ગુજરાતમાં અનુક્રમે ૨૯.૮ ટકા અને ૨૨.૪ ટકાનું પ્રમાણ હોવાનું રિપોર્ટમાં કહેવાય છે. ભારતમાં સરેરાશ ૩૩.૧ ટકા પરિવારો એક રૂમના મકાનમાં જીવનનિર્વાહ કરી રહ્યા છે. તેની સામે ગુજરાતમાં ૩૯.૯ ટકા પાસે એક રૂમનું મકાન છે. બિહારમાં આ પ્રમાણ ૪૪.૩ ટકા, તમિલનાડુ ૪૭ ટકા, પશ્ર્ચિમ બંગાળ ૪૨.૭ ટકા જેટલું ઊંચુ છે.