ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાત ચૂંટણી : નરેન્દ્ર મોદી સામે શ્વેતા સંજીવ ભટ્ટ મેદાનમાં

P.R
ગુજરાત ચૂંટણીમાં જીતની હેટ્રિક બનાવવાની તૈયરી કરી રહેલ નરેન્દ્ર મોદીને તેમના જ ચૂંટણી ક્ષેત્રમાં ટક્કર આપવા કોંગ્રેસે તેમની સામે વરિષ્ઠ આઈપીએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતાને મેદાનમાં ઉતારી દીધી છે.

સંજીવ ભટ્ટ ગુજરાત કોમી તોફાનોને લઈને લાંબા સમયથી મુખ્યમંત્રી મોદી વિરુદ્ધ સક્રિય છે. તેમણે તોફાનોમાં મોદીની ભૂમિકાની તપાસ કરવાની માંગને લઈને નાણાવટી આયોમાં અરજી પણ દાખલ કરી છે. ભટ્ટ પર પણ પદનો દુરુપયોગ કરવા સહિત ઘણા કેસ ચાલી રહ્યા છે. શ્વેતા ભટ્ટ પણ પોતાના પતિની જેમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ તીખા આક્ષેપો કરી રહી છે.


કોંગ્રેસને આશા છે કે શ્વેતા ભટ્ટ મણિનગરમા&ં મોદી વિરુદ્ધ મજબૂત ઉમેદવાર સાબિત થશે અને તેમને જનતાની સહાનુભૂતિ પણ મળશે.

ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે કોંગ્રેસ દ્વારા શ્વેતાને ટિકિટ આપવાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે સંજીવ રાજનીતિક જંગ લડી રહ્યા હત.અ મએન પહેલાથી જ આ વાતની શંકા હતી.

ગુજરાત ભાજપાએ આના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ કે શ્વેતાના કોગ્રેસના ટિકિટ પર ચૂંટણી લડવાથી આ સ્પષ્ટ થઈ જાય છે કે કોંગ્રેસ કંઈ રીતે રાજ્યમાં સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે. કોંગ્રેસ પાસે નેતાઓનો અભાવ છે.

બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યુ કે શ્વેતા એ લોકોનો અવાજ છે જે અહી અવાજ ઉઠાવી રહ્યા હતા કે ગુજરાતમાં કુશાસન છે. ધીરે ધીરે એ આવાજ મજબૂત થશે અને મોદીને નીચા બતાવશે.

થોડાક દિવસ પહેલા તેમણે એક કાર્યક્રમ દરમિયાન ચૂંટણી લડવાનો સંકેત આપતા કહ્યુ હતુ એક ગુજરાત કોઈ એકની જાગીર નથી.

તેમણે કહ્યુ કે આ બધાની જવાબદારી અને ફર્જ છે કે તેઓ પ્રદેશમાં કોઈપણ જાતના ભય વગરનું વાતાવરણ બનાવે. પરંતુ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી લોકતંત્ર નથી. અહી ફક્ત નફરતની જ રાજનીતિ કરવામાં આવી રહી છે. પ્રદેશમાં એક ઓફિસર બીજા ઓફિસરને નથી મળી શકતો. દરેકના ફોન ટેપ થઈ રહ્યા છે.

શ્વેતાએ એ પણ કહ્યુ કે તેમના ઘરની જાસૂસી કરવામાં આવી રહી છે. તેમના ઘરે આવતા-જ્તા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.