શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

ગુજરાત તોફાનો વિશેના દસ્તાવેજો નષ્ટ કર્યા-મોદી સરકાર

P.R
આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટના નિવેદનોને અસ્વીકાર્ય કરતા ગુજરાત સરકારે એક નિવેદન આપીને પોતાના પગ પર કુહાડી મારી છે. સરકારે કહ્યુ કે 2002ના તોફાનો સાથે સંકળાયેલા કેટલાક મુખ્ય સરકારી દસ્તાવેજોનો તેમણે નાશ કરી દીધો છે. આવા સમયે સરકાર પર આંગળી ઉઠવા માંડી છે કે જ્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેવા સમયે તેમણે તોફાનો સાથે સંકળાયેલા દસ્તાવેજોને નષ્ટ કેમ કરી દીધા.

રાજ્યની મોદી સરકાર તોફાનોમાં પોતાની ભૂમિકાને લઈને પોતાને નિર્દોષ બતાવતી આવી છે. પરંતુ તોફાનોની તપાસ કરી રહેલ નાણાવટી આયોગની સામે સરકારનુ તાજુ નિવેદન તેની મંશા પર શંકા વ્યક્ત કરે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદી સરકાર નાણાવટી કમીશનને જણાવ્યુ કે તેઓ 2002 તોફાનો સાથે સંકળાયેલ દસ્તાવેજને નષ્ટ કરી ચુકી છે. કમીશનની સામે સરકારી વકીલ એસબી વકીલ મુજબ ઈનકમિંગ અને આઉટગોઈંગ કોલ ડેટા, સરકરી વાહનોનો હિસાબ રાખનારુ લોંગ રજીસ્ટર બુક્સ, ઓફીસરોની અવરજવરની સરકારી ડાયરીઓ 2007માં જ નષ્ટ કરી દેવામાં આવે હતી.

વકીલના મુજબ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ નરેન્દ્ર મોદી દ્વારા બોલાવેલી મીટિંગમાં પોતાની હાજરી વિશે ખોટું બોલી રહ્યા છે. કારણ કે તેમને જાણ છે કે આ અંગેનો સરકારી રેકોર્ડ ઉપલબ્ધ નથી. એસબી વકીલનુ માનીએ તો આ વાતને સમજવાની જરૂરિયાત છે કે હકીકતમાં સંજીવ ભટ્ટને ફોન કરવામાં આવ્યો હતો કે પછી તેઓ મીટિંગમાં ગયા હતા કે નહી. આ રેકોર્ડ તો 2007માં જ નષ્ટ થઈ ગયો હતો.

બીજી બાજુ સાંપ્રદાયિક તોફાનોના કેસ સાથે સંકળાયેલ લોકો સરકારના આ નિવેદન પછી હેરાન છે. મુકુલ સિન્હા(વકીલ જનસંઘર્ષ મંચ)એ જણાવ્યુ કે બધા મુખ્ય કેસોમાં કાર્યવાહી નરોડા ગ્રામ કેસ, જકિયા જાફરીની મુખ્ય ફરિયાદ અને બીજા કેસ હજુ સુધી ચાલી રહ્યા છે. આવા સમયે પુરાવાને નષ્ટ કરવા એ આશ્ચર્યજનક જ નહી પરંતુ ગેરકાયદેસર પણ છે.