શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

ગુજરાત પાસે કુલ 3988.57 કરોડનું લેણું

નર્મદા યોજના સંબંધિત રાજ્યો પાસેથી રૂપિયા લેવાના બાકી

ND
N.D
રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા યોજનાના સંબંધિત રાજ્યો પાસેથી 31-12-2009 સુધીમાં ગુજરાતને 3988.57 કરોડ રૂપિયા લેવાના નીકળે છે.

બજેટ પૂર્વેના પ્રશ્નકાળ દરમિયાન ભાવનગરની તલાલા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પ્રશ્ન કર્યો હતો કે, નર્મદા યોજના સાથે સંકળાયેલા રાજ્યો પાસેથી આપણે કેટલી રકમ લેઆની નીકળે છે તેના જવાબમાં નર્મદા વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી મોદીએ કહ્યું હતું કે, સંબંધિત રાજ્યો પાસેથી 3955.57 કરોડ રૂપિયાના લેવાના નીકળે છે. જેમાથી 3587.19 કરોડ રૂપિયાની રકમ વિવાદીત છે અને 401.38 કરોડનીરકમ બિનવિવાદીત બાકીની રકમ વસુલવા માટે મુખ્યમંત્રી અને ત્રણ વખત કેન્દ્રીય આયોજન પંચના ઉપાધ્યક્ષ અને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે.

સંબંધિત રાજ્યોમાં મધ્યપ્રદેશ પાસેથી 2408.00 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી 1231 કરોડ અને રાજસ્થાન પાસેથી 348.91 કરોડ રૂપિયા લેવાના નીકળે છે.

કયા રાજ્ય પાસે કેટલા નાણાં લેવાનાં બાકી (કરોડમાં)

રાજ્ય બાકી રકમ વિવાદીત રકમ બિનવિવાદીત રકમ
મધ્યપ્રદેશ 2408.00 2177.58 230.42
મહારાષ્ટ્ર 1231.76 1031.49 200.27
રાજસ્થાન 348.81 378.12 29.31


વેરા ક્યાં વધારાયા....

* ગુજરાતમાંથી માલ ખરીદી બીજા રાજ્યમાં વેચવાથી બે ટકા ટેક્સ લાગશે

* તમાકુ અને તેની બનાવટો પર હવે 20 ટકા વેરો લાગશે

* જૂના વાહનોના પુન: વેચાણ પર મૂળ વેરાના 15 ટકા લાગશે.