શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2012 (15:02 IST)

ગુજરાત બજેટ - અમદાવાદ-ગાંધીનગર વચ્ચે 15 હજારના કરોડે મેટ્રો દોડશે

P.R
વજૂભાઇ વાળાએ આજે વિધાનસભા ગૃહમાં તેમનું 18 મું બજેટ રજૂ કર્યું છે. તેમાં રાજ્યના વિકાસ માટે રૂ. 50559 કરોડની ફાળવણી કરાઇ છે. જેમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રૂ. 15000 કરોડના ખર્ચે મેટ્રો પ્રોજેક્ટ સ્થાપવાની જાહેરાત કરાઇ છે. રાજ્યમાં કૃષિનો વિકાસદર 10 ટકા હોવાનું જણાવાઇને ખેડૂતોને રૂ. 500 કરોડના ખર્ચે નવાં એક લાખ વીજજોડાણ આપવાની જાહેરાત કરાઇ છે. તેમજ ગરીબોને ઘર આપવા માટે રૂ. 500 કરોડની ફાળવણી કરાઇ છે. આ ઉપરાંત રાજ્યમાં 411 કરોડના ખર્ચે 12045 નંદઘર બનાવશે. રાજય સરકારે રાજ્યના ગૃહવિભાગને વધુ મજબૂત બનાવવાના આશયથી 1034 કરોડની ફાળવણી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતને ત્રણ મેડિકલ કોલેજ સહિત રાજ્યમાં નવી 6 મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશે. આ ઉપરાંત કેન્સર, કિડની, ન્યૂરો અને બર્ન્સને લગતી સારવાર વિનામૂલ્યે આપવા અમૃતમ યોજના અંતર્ગત બે લાખની મર્યાદામાં રહીને સહાય આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, વાળાએ રૂ. 25 કરોડના ખર્ચે ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરીને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

કૃષિ સંલગ્ન પ્રવૃત્તિમાં 375.58 કરોડ, ગ્રામીણ વિકાસ માટે 1479.80 કરોડ, ખાસ‍ વિસ્તાર કાર્યક્રમ 147.10 કરોડ, સિંચાઇ અને પૂર નિયંત્રણ 11700.20 કરોડ, ઉર્જા 379.36 કરોડ, ઉદ્યોગ અને ખનીજ 247.357 કરોડ ફાળવાયા છે. તેમજ ગરીબોને ઘર આપવા માટે 500 કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત જ્યારે પરિવહન માટે 4967.46 કરોડ, સંદેશા વ્યવહાર માટે 650.35 કરોડ, વિજ્ઞાન અને ટેકનોલોજી 401.74 કરોડ, સામાન્ય અને આર્થિક સેવા 1527.88 કરોડ, સામાજિક સેવા માટે 20307.79 કરોડ, સામાન્ય સેવા માટે 83.21 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ખેડૂતો પર વરસી પડી સરકાર...

આ ઉપરાંત આ બજેટમાં નવી યોજનાઓ માટે કૃષિ વેલ્યૂ ચેઇન બનાવાશે, નર્મદા નહેરોના વિસ્તરણમાં 3100.95 કરોડની જોગવાઇ, નહેર સુધારણા માટે 653 કરોડ, ખેડૂતોને નવાં એક લાખ વીજજોડાણ માટે 500 કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યમાં ખેતીની જમીનના રિસર્વે માટે 53 કરોડ, બાગાયત ખેતી, ગોડાઉન અને શીતાગારના વિકાસ માટે 20 કરોડ, ચોકસાઇપૂર્વકની ખેતી માટે નવો કોન્સેપ્ટ દાખલ કરાયો છે. વધુમાં સેટેલાઇટ ચેનલની કૃષિની તાલીમ અપાશે, દવા અને સ્પ્રિંકલર સિંચાઇ માટે 400 કરોડની જોગવાઇ, રાજ્યમાં 411 કરોડના ખર્ચે 12045 નંદઘર બનાવશે. ખેડૂતોને વ્યાજપેટે સબસિડી માટે રૂ.3000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

યાત્રાધામ વિકાસ માટે શું છે જોગવાઇ..?

મહાત્મા મંદિરમાં સ્વર્ણિમ પાર્ક માટે 80 કરોડ, મહાત્મા મંદિર વિસ્તૃતિકરણ માટે 117.50 કરોડ, 6 યાત્રાધામ સોમનાથ, દ્વારકા,જૂનાગઢ, પાલીતણા, અંબાજી અને ડાકોર માટે 39 કરોઙ સાબરકાંઠામાં સંતનગરીના વિકાસ માટે 3.5 કરોડ, અમદાવાદ સાયન્સ સિટી ફેઝ-ર માટે 35 કરોડ, પાટણમાં સાયન્સ ‍મ્યુઝિયમ બનાવાશે.

ધોલેરામાં 25 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ...

ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે 25 કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે રાજ્યમાં બંદરો વ્યવહારમાં 181 કરોડ, શહેરોને આધુનિક બનાવવા 18000 કરોડનું આયોજન, મધ્યમવર્ગ માટે પોષાય તેવાં મકાન બનાવવા 2000 કરોડ, શહેરોને સ્વચ્છ બનાવવા સોલિડ અને લિક્વિડ વેસ્ટ માટે 500 કરોડની ફાળવણી કરાઇ છે.

ગૃહવિભાગને બનાવાશે વધુ આધુનિક અને સજ્જ...

ગૃહવિભાગ માટે 1034 કરોડની ફાળવણી કરાઇ છે. નવાં હથિયારની ખરીદી માટે 72.50 કરોડ, પોલીસતંત્રમાં કમ્યુનિકેશન સિસ્ટમ માટે 50 કરોડની ફાળવણી કરાઇ છે. પોલીસના નવાં 1000 મકાન માટે 100 કરોડ રૂપિયા ફાળવાયા છે. પોલીસને 500 થી વધુ વાહનો આપવા 29 કરોડ, પોલીસતંત્રના વ્યાપને વધારવા 17 નવાં પોલીસ સ્ટેશન, શહેરી વિકાસમાં ટ્રાફિકમાં 1000 નવી જગ્યા ઉભી કરાશે. જ્યારે ડાંગ જિલ્લાને ન્યાયિક કોર્ટ જાહેર કરાયો. છ નવી કોર્ટ બનાવવા 2.90 કરોડ ફાળવાયા છે. વિજ્ઞાન સંશોધનને પ્રોત્સાહન આપવા 20 માઇક્રો રિસર્ચ પ્રોજેક્ટ સ્થપાશે. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજનામાં 403.25 કરોડ ફાળવાયા છે.

અનાજની સંગ્રહક્ષમતામાં કરાશે વધારો...

કોમ્યુનિટી પોલિસિંગ માટે એક કરોડ, જેલ બાંધકામ માટે 29.3 કરોડ, મહેસૂલ વિભાગ માટે 760 કરોડની જોગવાઇ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 190 કરોડ, રાજ્યની જમીનોનો રેકોર્ડ સાચવવા 14 કરોડ, અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં બાયોમેટ્રિક કાર્ડ અપાશે. અનાજની સંગ્રહ ક્ષમતા વધારવા 42.73 કરોડ, કાયદા વિભાગમાં કોર્ટ બિલ્ડીંગ વધારવા 69.10 કરોડ ફાળવાયા છે.

રાજ્યમાં બનશે 2700 નવાં ગ્રામ સચિવાલય...

નેશનલ લો યુનિ. કેમ્પસ માટે 19.45 કરોડ, પંચાયત વિભાગ માટે 915 કરોડ, ગામડાંમાં શહેરો જેવી સુવિધા માટે 120 કરોડ, ગ્રામ વિકાસ વિભાગ માટે 800 કરોડ, ગુજરાતમાં 2700 નવાં ગ્રામ સચિવાલય બનશે. તેને માટે 125.59 કરોડ, 5000 ગામોની સફાઇ કરવા માટે 132 કરોડ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે 110 કરોડ, ગાંધીનગર સોલાર સિટી 28 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે 549 કરોડ ફાળવાયા છે.

અમૃતમ યોજનામાં દર્દીઓ પર વરસ્યું અમૃત...

કેન્સર, કિડની, ન્યૂરો અને બર્ન્સને લગતી સારવાર વિનામૂલ્યે આપવા અમૃતમ યોજના અંતર્ગત બે લાખની મર્યાદામાં રહીને સહાય આપવામાં આવશે. અમૃતમ યોજના અંતર્ગત 200 કરોડની જોગવાઇ છે. દરિયાકિનારાનો પર્યાવરણલક્ષી મેપ તૈયાર કરાશે. સિંહોના રક્ષણ માટે 12 કરોડ, શિક્ષણ વિભાગ માટે 2700 કરોડનું આયોજન કરાયું છે. જેમાં પ્રાથમિક શિક્ષણમાં કમ્પ્યૂટરાઇઝડ સેશનનું આયોજન, 350 નવી માધ્ય.શાળાઓ અને 73 નવી મોડેલ સ્કૂલ બનશે. આરોગ્ય અને પરિવાર નિયોજનમાં 3060 કરોડની જોગવાઇ કરાઇ છે.

ઉત્તર ગુજરાતને મળી ત્રણ મેડિકલ કોલેજ...

સાબરકાંઠાના હિંમતનગરમાં મેડિકલ કોલેજ માટે 42 કરોડની ફાળવણી કરાઇ છે. પાંચ નવી મેડિકલ કોલેજ માટે 533 કરોડ ફાળવાયા છે. આ પાંચ મેડિકલ કોલેજ ગાંધીનગર, પાટણ, વલસાડ, વડનગર અને જૂનાગઢમાં ઉભી કરાશે. આદિવાસી વિસ્તારમાં એક હોમિયોપેથિક અને બે આર્યુવેદિક કોલેજ શરૂ કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ માટે 100 કરોડ ફાળવાયા છે. અનુસૂચિત જાતિની શિષ્યાવૃતિની માટે 250 કરોડની ફાળવણી કરાઇ છે.

ઉજવાશે મહાનુભાવોના જન્મજ્યંતી મહોત્સવ...

ગુજરાત સરકારે સ્વામી વિવેકા‍નંદની 150મી જન્મજ્યંતી ઉજવી, હવે સયાજીરાવ ગાયકવાડ, પ્રભાશંકર પટણીની 150મી જન્મજય્ંતી ઉજવાશે. મહારાજા કૃષ્ણવકુમારસિંહજી અને પન્નાલાલ પટેલની શતાબ્દી ગુજરાત ઉજવી રહ્યું છે