શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2013 (14:21 IST)

ગુજરાત લાંચ બ્યુરોના નવા વડા અમિતાભ પાઠક

P.R
ગુજરાત લાંચ બ્યુરોના વડા અમિતાભ પાઠક હાલના રાજ્ય પોલીસવડા (ડીજીપી)ના અનુગામી બનશે. રાજ્ય સરકારે આજે લીધેલા એક નિર્ણય મુજબ અમિતાભ પાઠક ગુજરાતના નવા પોલીસવડા તરીકે નિયુક્ત થશે. તેઓ 1લી માર્ચના રોજ નવો પદભાર ગ્રહણ કરે તેમ છે.

ગુજરાતના પોલીસવડા પદેથી ચિત્રરંજનસિંહ ગુરુવારે ફરજ નિવૃત્ત થયા છે ત્યારે તેમના સ્થાને સિનિયર આઈપીએસ ઓફિસર અમિતાભ પાઠકની નિમણૂંક કરવામાં આવી છે. હાલ એડિશનર ડિવિઝન પદે ફરજ બજાવી રહેલા અમિતાભ પાઠક 1977 બેચના આઈપીએસ અધિકારી છે. અગાઉ તેમણે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના મહત્ત્વના પદો પર ફરજ બજાવી છે. .

અમિતાભ પાઠકની રાજ્ય પોલીસવડાપદે નિયુક્તિની સાથે જ રાજ્યના પોલીસદળમાં મોટાપાયે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે. પોલીસવડાના પદ માટે અમિતાભ પાઠક ઉપરાંત અમદાવાદના પોલીસ કમિશનર એસ.કે.સાઇકિયાનું નામ પણ ચર્ચામાં હતું. પણ સાઇકિયા વયમર્યાદાને કારણે એપ્રિલ 2013માં જ નિવૃત્ત થવાના હોય તેમની નામની પસંદગી ન થઇ હોય તેમ જણાય છે.