શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: અમદાવાસ્દ , શુક્રવાર, 19 ઑગસ્ટ 2011 (11:49 IST)

ગુજરાત સરકારને નોટિસ

P.R
ગુજરાત હાઈકોર્ટએ ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકની માંગ કરતી એક જનહિત અરજી પર રાજ્ય સરકારને એક નોટિસ રજૂ કરી છે.

જજ અકીલ કુરૈશી અને જજ સોનિયા બીકાનીએ ગુજરાત સરકારને નોટિસ રજૂ કરી આ બાબતની આગામી સુનાવણીની તારીખ 29 ઓગસ્ટ સુધી પોતાનો જવાબ દાખલ કરવાનુ કહ્યુ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર એ છેલ્લા સાત વર્ષથી લોકાયુક્ત પદ પર કોઈની પણ નિમણૂંક નથી કરી. કોર્ટ એ આ નોટિસ ભીખાભાઈ જેઠવા તરફથી દાખલ કરી છે. જેઠવા આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાન અપિતા છે. જેમને ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટની સામે ગોળી મારીને હત્યા કરવા માં આવી હતી. જેઠવાએ પોતાની અરજીમાં લોકાયુક્તની નિમણૂંક ન કરવાને ગેરકાયદેસર અને અસંવૈધાનિક ઠેરવવાની માંગ કરી છે. તેમણે કોર્ટને આગ્રહ કર્યો કે તેઓ રાજ્ય સરકારને એક નિશ્ચિત સમયની અંદર લોકાયુક્તની નિમણૂંક કરવાનો આદેશ આપે.