ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2013 (10:56 IST)

ગુજરાત સરકારે સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે: નરેન્દ્ર મોદી

P.R

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં શિવગીરી મઠ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ધાર્મિક પ્રવચનની સાથે સાથે કેટલાંક રાજકીય અવલોકનો કર્યા હતા તો આ મઠની સ્થાપના કરનાર કેરળના જાણીતા ધર્મગુરૂ નારાયણસ્વામી ગુરૂના ભારોભાર વખાણ કર્યા હતા અને એમ કહ્યુ કે સમગ્ર દેશમાં કેરળ રાજ્ય શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે તેનો યશ નારાયણસ્વામી ગુરૂને ફાળે જાયે છે કેમકે આજથી 100 વર્ષ પહેલા તેમણે કેરળમાં શિક્ષણનો પાયો નાખ્યો હતો અને અંગ્રેજોને તેમની જ ભાષામાં જવાબ આપવા અંગ્રેજીમાં શિક્ષણ લેવાની હિમાયત કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ જો કે રાષ્ટ્રભાષામાં ભાષણ કર્યુ હતુ. કેરળમાં હિન્દીનું પ્રચલન ખૂબ જ ઓછું હોવાથી મોદીના ભાષણને મઠના દુભાષિયા દ્વારા કેરળની ભાષામાં શ્રોતાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યુ હતુ. વચ્ચે વચ્ચે વિરામ છતાં મોદીએ પોતાના ભાષણની એકસૂત્રતા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો.

મોદીએ આ પ્રસંગે અમેરીકાના રાષ્ટ્રપતિ ઓબામાને યાદ કરીને એમ કહ્યુ કે ઓબામાએ સ્કીલ ડેવલપમેન્ટ (કૌશલ્યવર્ધક પ્રવૃતિઓ) પર ભાર મૂક્યો છે. ગુજરાતે પણ સ્કીલ ડેવલપમેન્ટ માટે જે કામગીરી કરી તેની નોંધ યુપીએ સરકારને લેવી પડી અને સ્કીલ ડેવલપમેન્ટ માટે ગુજરાતને વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા પુરસ્કાર પણ એનાયત કરાયો છે. મઠના સ્થાપક નારાયણસ્વામી ગુરૂએ પણ વર્ષો પહેલા સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મુક્યો હતો અને તેઓ પણ જાણતા હતા કે જેની પાસે શિક્ષણ અ હુન્નર હશે તે જ પ્રગતિ કરી શકશે.