ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાત સરદારપુરા તોફાનોમાં 31 આરોપીઓને આજીવન સજા

ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં અગ્નિકાંડ બાદ તેના પ્રત્યાઘાતરૂપે ભડકેલી સાંપ્રદાયિક હિંસા દરમિયાન સર્જાયેલા સરદારપુરા હત્યાકાંડ મામલામાઅં આજે મહેસાણાની ખાસ કોર્ટે તેનો ચુકાદો આપ્યો હતો . મહેસાણા અને સરદારપુરામાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચુકાદો આપતા ખાસ કોર્ટે કુલ 73 આરોપીઓ પૈકી 31 દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે 42ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓ પૈકી 11ને પુરાવાના અભાવે અને 31 ને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા નિર્દોષ જાહેર કરાયેલ આરોપીઓને 25 હજારના બોંડ જમા કરાવવાનો આદેશ કરાયો હતો. આ ઉપરાંત આ તમામને દેશ નહી છોડવાનો આદેશ પણ કરાયો હતો. 31 આરોપીઓ સામે હત્યા, હત્યાના પ્રયાસો, રમખાણ અને લૂંટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગોધરા કાંડના બે દિવસ બાદ સરદારપુરા હત્યાકાંડ સર્જાયો હતો. 31 દોષીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજાની જાહેરાત અપરાધીઓ અંગે સુનાવણી ચલાવ્યા બાદ પ્રિંસિપલ ડિસ્ટીક એંડ સેસન્સ જજ એસ.સી શ્રીવાસ્તવે કરી હતી. સરદારપુરા હત્યાકાંડમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 33 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા ચુકાદો પહેલા કોર્ટ સંકુલની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા રાખવામાં આવી હતી.

કેસની વિગત મુજબ તોફાની ટોળામાં રહેલા લોકોએ વિજાપુર તાલુકામાં સરદારપુરા ગામમાં ઈબાહીમ શેખ નામની વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા એન આશરો લઈ રહેલા તમામ લોકોને મકાનમાં પૂરીને આંગ ચાંપે દીધી હતી. 28 ફેબ્રુઆરી 2002ના દિવસે રાત્રીએ ગામામં વ્યાપક હિંસા ભડકી ઉઠ્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઈબ્રાહીમ શેખના આવાસમાં આશરો લઈ રહ્યા હતા આ મકાનમાં 20 મહિલા સહિત 33 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. તમામ 73 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી ટ્રાયલના ગાળા દરમિયાન બે લોકોના મોત થઈ ગયા હતા. એક બાળક છે જેની સામે બાળ અદાલતમાં ટ્રાયલ ચાલી રહી છે. કોર્ટ જૂન 2009માં 73 આરોપો ઘડી કાઢ્યા હતા.