ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 22 નવેમ્બર 2014 (14:33 IST)

ગુજરાતના માહિતી ખાતાના બે પુસ્તકોનું વિમોચન આનંદીબહેન પટેલના હસ્તે

સરકારની છ માસની વિકાસગાથા પ્રગટ કરતો શબ્દાલેખ સાતત્ય પ્રેસ અકાદમી યોજિત વિવિધ પરિસંવાદોનો નિષ્કર્ષ રજૂ કરાયો 
 
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલે આજે તેમના 74માં જન્મદિવસ અવસરે રાજયના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત બે પુસ્તકો સાતત્ય- સાત્યપૂર્ણ વિકાસના છ મહિના અને નિષ્કર્ષના ગાંધીનગરમાં વિમોચન કર્યા હતા. 
આનંદીબહેન પટેલે 22મી મે 2014ના રોજ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે રાજય શાસનનો પદભાર સંભાળ્યો ત્યારબાદના છ મહિનાના યશસ્વી શાસન દરમિયાન ગતિશીલ ગુજરાતના અભિગમને ચરિતાર્થ કરતા જનજનના વિકાસના શબ્દાલેખ સાતત્યપૂર્ણ વિકાસની વિશિષ્ટ સિદ્ધિઓ અને નવતર પહેલરૃપ યોજનાઓનું તલસ્પર્શી આલેખ સાતત્ય પુસ્તકમાં કરવામાં આવ્યું છે. 
મુખ્યમંત્રીના શાસન સિદ્ધિના છ મહિના પૂર્ણ થવાના પૂર્વ દિને તેમના 74માં જન્મદિવસનો સુભગ સુયોગના અવસરે માહિતી વિભાગના આ પ્રકાશનો સૌના સાથ સૌના વિકાસની નેમમાં સૂર પુરાવનારા બની રહ્યા છે. માહિતી કમિશ્નર ભાગ્યેશ જ્હા તથા સંયુક્ત માહિતી નિયામક પુલકભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ જે અન્ય પ્રકાશન નિષ્કર્ષનું વિમોચન કર્યું તેમાં ગુજરાત પ્રેસ અકાદમી દ્વારા રાજયના વિવિધ જિલ્લાઓમાં વરિષ્ઠ પત્રકારો, કોલમ લેખકો, મિડિયાકર્મીઓના યોજાયેલા પરિસંવાદનો અર્ક સારાંશ ભલિભાંતિ આલેખાયો છે. મુખ્યમંત્રીએ આ બંને પ્રકાશનો રાજયની ગતિશીલ વિકાસયાત્રાની વાતો યોજનાઓ જન જન સુધી પહોંચાડશે તેવો વિશ્વાસ પુસ્તક વિમોચન વેળાએ વ્યક્ત કર્યો હતો.