મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 8 ઑગસ્ટ 2013 (11:19 IST)

ગુજરાતના લોકાયુક્ત બનવાથી જસ્ટિસ આર. મેહતાએ કર્યો ઈંકાર

P.R
જસ્ટિસ આર.એ મહેતાએ ગુજરાતના લોકાયુક્ત પદને સાચવવાની ના પાડી દીધી છે. તેમણે આની પાછળ પોતાની નિયુક્તિ વિરુદ્ધ રાજ્ય સરકારની કાયદાકીય લડાઈને કારણ બનાવ્યુ છે. ગુજરાત હાઈકોર્ટના રિટાયર્ડ જજે ખુદને સરકાર વિરોધી અને પક્ષપાતી કહેવા માટે મોદી સરકારની આલોચના પણ કરી છે.

રાજ્યપાલ કમલા બેનિવાલ અને ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્યને ઉદ્દેશીને નિવૃત જસ્ટિસ આર.એ.મહેતાએ પત્ર લખીને લોકાયુક્ત તરીકે પદગ્રહણ કરવાનો ઈન્કાર કર્યો છે. આ પહેલા રાજ્ય સરકાર ગેઝેટ બહાર પાડતી નથી તે પ્રકારનાં અહેવાલ બાદ રાજ્ય સરકારે જણાવ્યુ હતુ કે રાજ્યનાં સામાન્ય વહિવટી વિભાગે ગત્ સપ્તાહે જ જસ્ટીસ આર.એ.મહેતાને લોકાયુક્ત પદે ચાર્જ સંભાળી લેવા માટે જણાવ્યુ હતુ. રાજ્ય સરકારનાં પત્રમાં જણાવાયુ હતુ કે લોકાયુક્ત પદે આપની નિમણૂક થઇ છે. અને આ બાબતે તમામ કાયદાકીય ગૂંચવણનો અંત આવ્યો છે. અને આપ ત્વરિત ચાર્જ સંભાળો તે જરૂરી છે.

જો કે આજે જસ્ટીસ આર.એ.મહેતાએ આજે લોકાયુક્ત પદે ચાર્જ લેવાનો ઇનકાર કર્યાનાં અહેવાલ સામે આવ્યા છે. જસ્ટીસ મહેતાએ રાજ્ય સરકાર અને રાજ્યપાલને પત્ર લખીને આ બાબતની જાણ કરી છે. આર.એ.મહેતાએ પદભાર સંભાળવાનો ઇનકાર કરવાની સાથે કેટલાક કારણો પણ આપ્યા છે. જેમાં જણાવાયુ છે કે તબિયદ નાદુરસ્ત, ગુજરાત સરકારનું વલણ અયોગ્ય, બજેટ અને માળખાકીય સુવિધાઓ સરકાર દ્વારા મળી નથી વગેરે કારણો જણાવાયા છે.

જસ્ટિસ મહેતાએ નિયુક્તિ અંગે નિર્ણય લેવામાં થયેલા ઘણાં વિલંબના વિરોધમાં પદભાર સ્વીકારવાનો નિર્ણય લીધો છે એવુ મનાય છે. સુપ્રીમ કોર્ટની તરફથી લીલી ઝંડી મળ્યા પછી જસ્ટિસ મહેતાની નિયુક્તિનો માર્ગ સાફ થયો હતો.