શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Updated : ગુરુવાર, 1 મે 2014 (10:06 IST)

ગુજરાતનો 54મો સ્થાપના દિવસ : જાણો ગુજરાત વિશે

P.R


૫૨ વર્ષમાં ગુજરાતે અનેક તડકા-છાંયડા જોયા છે

૧૪ મુખ્‍યમંત્રીઓ - ૧૮૨ ધારાસભ્‍યો

આજે છ કરોડ ૧૧ લાખ લોકો ગુજરાતની ભૂમિ ઉપર વસે છે

આજે વિશ્વમાં કોઇ એવો ખૂણો નથી કે જયાં ગુજરાતી વસતો ન હોય..!!

ગુજરાતમાં કુલ ૩૩ જિલ્લાઓ

ગુજરાત પ્રાચીનકાળમાં પણ સમૃદ્ધ હતું અને આજે પણ સમૃદ્ધ છે. પાછલા ૫૨ વર્ષમાં ગુજરાતે અનેક તડકા-છાંયડા જોયા છે. ૧૪ મુખ્‍યમંત્રીઓ ગુજરાતની ગાદી ઉપર રાજ કરી ચૂક્‍યા છે. ગુજરાતની અલગ રાજય તરીકે સ્‍થાપના થઇ ત્‍યારે ૧૯૬૧જ્રાક્રત્‍ન થયેલી વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં બે કરોડ છ લાખ લોકો વસતા હતા આજે છ કરોડ ૧૧ લાખ લોકો ગુજરાતની ભૂમિ ઉપર વસે છે. ભગવાન શ્રીકૃષ્‍ણ સાથે જોડાયેલો ઇતિહાસ રામાયણ અને મહાભારત કાળનો સાક્ષી છે. ગુજરાતની ભવ્‍યતા સદાકાળ રહી છે. આજે વિશ્વમાં કોઇ એવો ખૂણો નથી કે જયાં ગુજરાતી વસતો ન હોય..!!


ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ..........

ગુજરાતને પોતાની સંસ્‍કારિતા અને સામ્રાજયનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્‍કૃતિ સમૃદ્ધ છે. ગુજરાતનો ઇતિહાસ ભારતવર્ષના ઇતિહાસનો એક મહત્‍વનો ભાગ છે. અતિ પ્રાચીનકાળથી જ પોતાની ભૌગોલિક સ્‍થિતિ અને ભૂસંરચનાને લીધે આ વિસ્‍તાર ઇતિહાસમાં મહત્‍વપૂર્ણ સ્‍થાન ધરાવે છે.

કાલક્રમ અને કાલગણનાના આધારે જોઈએ તો સામાન્‍ય રીતે ગુજરાતનો ઇતિહાસ ઇસવીસન પૂર્વે ચોથા સૈકામાં શરૂ થાય છે. જયારે તે પહેલાનો માનવ સંસ્‍કૃતિનો ઇતિહાસ પુરા-પાષાણયુગથી શરૂ થાય છે.

આપણાં પ્રાચીન ગ્રંથોમાં શ્નઆનર્ત પ્રદેશઙ્ખતરીકે જે ઓળખવામાં આવે છે તે વાસ્‍તવ આજનું ગુજરાત છે. આનર્તનો પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્‍ણએ જયારે વ્રજ પ્રદેશ છોડ્‍યું (જેના કારણે તેઓ રણછોડ પણ કહેવાયા) અને હાલના સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી.

એવું માનવામાં આવે છે કે, શ્રી કૃષ્‍ણ દ્વારા વસાવવામાં આવેલી મૂળ દ્વારિકા નગરી સમુદ્રમાં ગરક થઈ ગઈ છે. જેના કેટલાંક નમૂનાઓ જામનગર જિલ્લાના તટીય વિસ્‍તારોમાંથી સમયાંતરે મળતા રહે છે અથવા તો સેટેલાઈટ નક્‍શાઓમાં પણ આ અંગેની સંભાવનાઓ વ્‍યક્‍ત કરવામાં આવે છે પરંતુ યાદવાસ્‍થળીમાં દ્વારકાના શાસક યાદવકુળનો નાશ થયો. દ્વારિકા પર રાજ કર્યું હોવાથી શ્રીકૃષ્‍ણને શ્નદ્વારિકાધીશઙ્ખતરીકે પણ ઓળખવામાં આવે છે.

ત્‍યારપછીના ત્રણ હજાર વર્ષ સુધીના ઈતિહાસની કોઈ કડી મળતી નથી. ગુજરાતના લોથલ અને રામપુર સહિતના વિસ્‍તારોમાંથી હડપ્‍પીય સંસ્‍કૃતિના અવશેષો મળી આવ્‍યા છે. ત્‍યાર પછીનો ઔપચારિક ઈતિહાસ છે ક મૌર્ય વંશનો મળે છે. પાટલીપુત્રના આ શાસકે હાલના ગુજરાતને તાબે કર્યાં હતા. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર અશોક પણ ભારે પરાક્રમી હતો. તેણે પાડોશી રાજય કલિંગ પર આક્રમણ કર્યું હતું. જેમાં ભારે ખુંવારી થઈ હતી. જેને જોઈને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. તે શ્નચંડ અશોકમાંથી ધમ્‍મ અશોકઙ્ખબન્‍યો. તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતાં શિલાલેખો ભારત અને આજુબાબજુના દેશોમાં કોતરાવ્‍યાં હતાં. આવો જ એક શિલાલેખ હાલના સમયના જૂનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટી ખાતે જોવા મળે છે.

ગુજરાતમાંᅠ પ્રાગૈતિહાસિક માનવ અંગેનું સર્વપ્રથમᅠ સંશોધન કરનાર વિદ્રાન રોબર્ટ બ્રુસ ફૂટ હતા. તેમણે સાબરમતીના તટપ્રદેશમાં આ સમયના માનવીઓના હાડપીંજરો, હથિયારો, ઓજારો વગેરે શોધ્‍યા હતાં. ગુજરાતના પ્રાગૈતિહાસિક શંશોધનોમાં રોબર્ટે બ્રુસ ફૂટ ઉપરાંત ડો.એફ .ઈ .ઝેનર, ડો.હસમુખ સાંકળીયા, એસ .આર.રાવ , ડો.બી.એ.સુબ્‍બારાવ, પી.પી.પંડ્‍યા, ડો.આર.એન.મહેતા વગેરેનો કિંમતી ફાળો રહ્યો છે. એસ.આર.રાવે ᅠલોથલ અને રંગપુરાᅠ તથા બી.એ.સુબ્‍બારાવ અનેᅠ પી.પી.પંડ્‍યાએ સર્વપ્રથમ સોમનાથ ,લાખાબાવળઅને અમરા શોધ્‍યા હતા.

મહેસાણા જિલ્લામાં આવેલું લાંદ્યણજ પ્રાગૈતિહાસિક સ્‍થળ છે .આ સ્‍થળે સર્વપ્રથમ માનવના હાડપીંજરો ની શોધ હસમુખ સાંકળીયાએ કરી હતી. તેમણે સાબરમતી, મહી અને હિરણ નદીના તટપ્રદેશોમાં તેમજ રંગપુર, રોજડી , પ્રભાસપાટણ વગેરે સ્‍થળોએ અનેકવિધ સંશોધનો કર્યા છે. મધ્‍યગુજરાતના મહી પ્રદેશમાં ૩૦ ઉપરાંત સ્‍થળોએથી અને સાબરમતી પ્રદેશના ૨૦ ઉપરાંત સ્‍થળોએથી પ્રાગૈતિહાસિક માનવના અવશેષો પ્રાપ્ત થયા છે .મેશ્વોને કાંઠે આવેલાં અમરાપુર અને કરચલા પણ પ્રાગૈતિહાસિક સ્‍થળો છે.

 

ગુજરાતનું લોથલ એક સમયનું સમૃદ્ધ બંદર હતું. અવશેષો પરથી જણાય છે કે તે સમયે ખંભાતનનો દરિયો લોથલથી માત્ર પાંચ કિલોમીટર દૂર હતો, હાલ તે ૨૦ થી ૨૫ કિલોમીટર દૂર છે.

 

આગળ વાંચો 1960 પછીનુ ગુજરાત


P.R

૧૯૬૦ પછીનું ગુજરાત ૧૭ થી ૩૩ જિલ્લા......

૧૯૬૦માં ૧૭ જિલ્લાઓની સાથે ગુજરાત સ્‍થાપિત થયું હતું. નવા જિલ્લાની રચનાની સૌ પ્રથમ શરૂઆત ગાંધીનગર સાથે થઇ હતી. ૧૯૬૪માં મહેસાણા અને અમદાવાદના કેટલાક ભાગોને જોડીને ગાંધીનગર રાજયનો ૧૮મો જિલ્લો બન્‍યો હતો. ત્‍યારબાદ ૧૯૬૬જ્રાક્રત્‍ન સુરતમાંથી વલસાડને જુદો પાડી ૧૯મો જિલ્લો બનાવવામાં આવ્‍યો હતો. ૧૯૯૭માં રાજયમાં છ નવા જિલ્લા આણંદ, દાહોદ, પાટણ, નવસારી, પોરબંદર અને નર્મદાનો સમાવેશ કરતાં જિલ્લાની સંખ્‍યા ૨૫ થઇ હતી. ૨૦૧૦માં ગુજરાતનો તાપી ૨૬જ્રાટ જિલ્લો બન્‍યો હતો. હવે બીજા સાત નવા જિલ્લા ગીર-સોમનાથ, છોટા ઉદેપુર, અરવલ્લી, બોટાદ, મોરબી, દ્વારકા અને મહીસાગર ૨૦૧૩માં અસ્‍તિત્‍વમાં આવી રહ્યા છે. તે સાથે નવા ૨૨ તાલુકાઓનો પણ ઉદય થયો છે. હવે ગુજરાતમાં કુલ ૩૩ જિલ્લાઓ બન્‍યા છે.

ગુજરાત વિધાનસભાના ઈતિહાસ પર એક નજર...

આઝાદી પહેલા ગુજરાતમાં એક નહીં પણ ચાર ચાર વિધાનસભાઓ કાર્યરત હતી જેમાં ભાવનગર વિધાનસભા, પોરબંદર સ્‍ટેટ વિધાનસભા, વડોદરા વિધાનસભા અને સૌરાષ્ટ્ર વિધાનસભાનો સમાવેશ થતો હતો.

પહેલી મે, ૧૯૬૦ના રોજ અલગ ગુજરાત બાદ વર્તમાન વિધાનસભા અસ્‍તિત્‍વમાં આવી હતી. વિધાનસભાના ઈતિહાસ પર એક નજર નાખીએ તો, સૌ પ્રથમ ૧૯૪૧માં ભાવનગરના તે સમયના મહારાજ ભાવસિંહજી દ્વારા પ્રજાના પ્રતિનિધિની સભાના નામે વિધાનસભાની રચના કરવામાં આવી હતી. જેમાં ૩૮ જેટલા નિયુક્‍ત સભ્‍યો હતા અને તેમને પ્રજાના પ્રશ્નો પૂછવાની સત્તા આપવામાં આવી હતી.

ત્‍યારબાદ તેમના પુત્ર કૃષ્‍ણકુમારસિંહજી દ્વારા ભાવનગર વિધાનસભાની રચના કરવામાં આવી હતી. તેજ ગાળામાં પોરબંદર ખાતે પોરબંદર સ્‍ટેટ એસેમ્‍બલી કાર્યરત હતી તો ૧૯૦૮માં બરોડા સ્‍ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા વિધાનસભાની સ્‍થાપના કરી હતી. ૧૯૫૨માં સૌરાષ્ટ્ર વિધાનસભાની રચના થઈ હતી. ૩૧ ઓક્‍ટોબર, ૧૯૫૬માં તેને મુંબઇ વિધાનસભાની સાથે ભેળવી દેવામાં આવી હતી અને ત્‍યાર બાદ ૧૯૬૦માંઅલગ ગુજરાત બાદ વર્તમાન ગુજરાત વિધાનસભાની રચના થઇ હતી.

ક્‍યારે કેટલા ધારાસભ્‍યો હતા....

૧૯૬૦માં ગુજરાત વિધાનસભાના સભ્‍યોની સંખ્‍યા ૧૩૨ હતી. ત્‍યારબાદ ૧૯૬૨માં ૧૫૪ સભ્‍યોની સંખ્‍યા નિયુક્‍ત થઇ અને ૧૯૬૭માં ૧૬૮ ધારાસભ્‍યો અને તે પછી ૧૯૭૫માં ૧૮૨ ધારાસભ્‍યોની સંખ્‍યા નક્કી થઇ હતી જે આજદિન સુધી યથાવત છે અને કેન્‍દ્ર સરકારના એક નિર્ણય અનુસાર ૨૦૨૫ સુધી માત્ર ગુજરાતની જ નહીં પરંતુ દેશની કોઇપણ વિધાનસભાના સભ્‍યોની સંખ્‍યામાં વધારો થઇ શકે તેમ નથી.

ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્‍યક્ષ......

અલગ ગુજરાત બાદ અસ્‍તિત્‍વમાં આવેલી વિધાનસભાના પ્રથમ અધ્‍યક્ષ તરીકે કલ્‍યાણજી મહેતા નિયુક્‍ત થયા હતા. ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભા અમદાવાદમાં કાર્યરત હતી અને તેની પ્રથમ બેઠક અમદાવાદની સિવિલ હોસ્‍પિટલના વર્તમાન ઓપીડી બિલ્‍ડિંગમાં મળી હતી. ત્‍યાર બાદ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૭૧માં ગાંધીનગરની સેકટર ૧૭ની સેન્‍ટ્રલ લાયબ્રેરી કે જે જૂની વિધાનસભા તરીકે ઓળખાય છે ત્‍યાં કાર્યવાહી ચાલતી હતી. ગાંધીનગરની સ્‍થાપના થયા બાદ ૨૦ માર્ચ, ૧૯૭૮માં વર્તમાન વિધાનસભા ઇમારતનું ભૂમિપૂજન થયું હતું અને જુલાઈ ૧૯૮૨માં તત્‍કાલિન રાજયપાલ શારદા મુખરજી દ્વારા વિઠ્ઠલભાઈ પટેલ ભવન ખુલ્લુ મૂકવામાં આવ્‍યું હતું. આજે આ બિલ્‍ડીંગમાં વિધાનસભા કાર્યરત છે.