ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 28 એપ્રિલ 2014 (14:41 IST)

ગુજરાતમાં 148 નરેન્દ્ર મોદી છે!

ગુજરાતમાં 148 નરેન્દ્ર મોદી! આ મોદીનું કોઈ ચૂંટણી પ્રચાર માટેનું 3D કેમ્પેઈન નથી. ગુજરાતમાં 148 નરેન્દ્ર મોદી છે. ચોંકશો નહીં, અમે આપને આ આખોય મામલો સમજાવીએ છીએ.
 
તેઓ નરેન્દ્ર મોદી છે અને તેમની માતાનું નામ પણ હીરા બેન છે. આ નરેન્દ્ર મોદી 16 મે (કાઉન્ટિંગ ડે) નહીં, 30 એપ્રિલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ ગુજરાતના સીએમને દેશના પીએમ બનાવવા વોટ આપી શકે.
 
વાસ્તવમાં આ મોદી ગુજરાતના સીએમના હમનામ 148 નરેન્દ્ર મોદીમાંથી એક છે. ગુજરાતમાં મોદીના મોટાભાગના હમનામ મોદીની માફક દાઢી નથી રાખતા, પરંતુ મોટાભાગના તેમના ટેકેદાર છે.
 
ચૂંટણી પંચના આંકડાના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની સૌથી મોટી ફોજ અમદાવાદમાં છે. અમદાવાદમાં 20 થી 70 વર્ષના 49 નરેન્દ્ર મોદી છે. મોટાભાગનાનું માનવું છે કે, તેઓ સામાન્ય વ્યક્તિ છે પરંતુ, ગુજરાતના સીએમની ઓળખ સાથે તેમને ખાસ સંબંધ છે. તેમને લોકો સીએમ સાહેબ અથવા મોદી સાહેબ કહીને જ બોલાવે છે.
 
મણીનગરના 48 વર્ષના નરેન્દ્ર દયાભાઈ મોદી કહે છે કે, હું ટિંબર બજારમાં કામ કરૂં છું.મારૂં નામ સરકારી અધિકારીઓ પાસે મદદ મેળવવામાં પણ અસરદાર સાબિત થાય છે. લોકો મને પ્રેમથી મોદી સાહેબ કે પછી સીએમ સાહેબ કહીને બોલાવે છે. નરેન્દ્ર દયારામ મોદી નરેન્દ્ર મોદીના મોટા ફેન પણ છે. તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, મોદી દેશના મજબુત પીએમ સાબિત થશે.
 
મોદીના અનેક હમનામ તેમની સાથે મુલાકાત પણ કરી ચુક્યા છે. ઉસ્માનપુરામાં રહેતા અને પ્રોફેશનલ ફોટોગ્રાફર નરેન્દ્ર મોદી કહે છે કે, હું સીએમને પતંગોત્સવ દરમિયાન મળ્યો હતો. તેમને જ્યારે ખબર પડી કે હું તેમનો હમનામ છું ત્યારે તેમણે સુરક્ષા અધિકારીઓને કહીને મને મળવા બોલાવ્યો હતો.
 
વ્યવસાયે આર્કિટેક નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ સાથે ખાસ જોડાણ મહેસૂસ કરે છે. તેઓ કહે છે કે, હું બિલ્ડિંગ બનાવું છું, જ્યારે મોદીને ગુજરાતને બનાવ્યું છે અને પીએમ બની દેશને પણ મજબુત કરશે.