ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાતમાં કોણ ભારે રહેશે

ભાજપ-કોંગ્રેસનાં વધુ બેઠક મેળવવાના દાવા

ગુરૂવારે ગુજરાતની 26 બેઠકો પર એકસાથે મતદાન યોજાશે. કોની તરફ પ્રજાનો ઝુકાવ છે, તે તો મતગણતરીનાં દિવસે 16 મેનાં રોજ ખબર પડશે. પણ આ વખતે રાજ્યની જનતાનો મિજાજ પારખવો ખરેખર મુશ્કેલ છે. રાજકીય પંડિતો માટે સચોટ અનુમાન કરવું મુશ્કેલ છે. કારણ કે આ વખતની ચુંટણીમાં કોઈ મુદ્દો જનતાને સ્પર્શી શક્યો નહતો.

ગુજરાતમાં હાલ છેલ્લાં 15 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે. તેમાં નરેન્દ્ર મોદી સતત આઠ વર્ષથી શાસન ચલાવી રહ્યાં છે. તેથી ભાજપનો ગઢ એવા ગુજરાતમાં ગત ચુંટણીમાં કોંગ્રેસ ગાબડા પાડીને 12 બેઠકો હાંસલ કરી હતી. તો ભાજપે 14 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. તો આ વખતે ભાજપ ઘણી બેઠકો પર નો-રિપીટ થીયરી વાપરી છે. મ્યુનિસીપલ કોર્પોરેશન અને વિધાનસભામાં આ પ્રયોગ સફળ રહ્યો હતો. લોકસભામાં તે કેટલો સફળ થશે,તે પણ જોવું રસપ્રદ રહેશે.

ગુજરાતની 26 બેઠકો પર 359 ઉમેદવારો ઉભા છે. મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. તેમછતાં મહાગુજરાત જનતા પાર્ટીનાં ઉમેદવારો બે કે ત્રણ બેઠકો પર ભાજપનો ખેલ બગાડી શકે તેમ છે.

લોકસભાની ચુંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી રહેતાં હોય છે. આતંકવાદ,મોંઘવારી, બેરોજગારી અને છેલ્લે વિદેશી બેન્કોમાં કાળા નાણાં જેવા મુદ્દાઓ હોવાછતાં ઉમેદવારો જનતા પર અસરકારક રીતે પ્રચાર કરી શક્યા નહતા. તેમછતાં મોદી સરકારની છેલ્લાં બે વર્ષની કામગીરી પણ પ્રજા ધ્યાન લે તે શક્ય છે.

તો ગાંધીનગર બેઠક પરથી ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ આડવાણી છે. તેની સામે કલોલનાં ધારાસભ્ય ઉભા છે. તો કાંશીરામ રાણા અને વલ્લભ કથીરિયાને સાઈડ લાઈન કરીને નવા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે. તો નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ , અઝીઝ ટંકારવી જેવા સાહિત્યકાર અને સુરેન્દ્રનગરમાં રૂ.500ની સંપત્તિ જાહેર કરનાર કરોડપતિ ખીમજી પાટડીયા છે.

આમ તો રાજ્યમાં મંદી અને હીરા ઉદ્યોગની પડતી જેવા મુદ્દાઓ છે. પણ તે સમગ્ર રાજ્યમાં કેટલી અસર પાડી શકે છે. તે જોવું રહ્યું. તો નરેન્દ્ર મોદી વિરૂદ્ધ તપાસનો તાજો મુદ્દો પણ લોકોની ભાવના પર અસર પાડી શકે છે.