શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2014 (12:45 IST)

ગુજરાતમાં બાળકો અતિ કૂપોષણથી પીડાઈ રહ્યા છે

P.R
ગુજરાતના મેગાસિટી અને મુખ્ય મહાનગર અમદાવાદમાં સૌથી વધુ ૩૫૩૬ બાળકો અતિ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ૨૫૦૦૦થી વધુ બાળકો અતિ કૂપોષણ હેઠળ જીવી રહ્યા છે. ઓછા વજન વાળા કૂપોષિત બાળકનો આંકડો દોઢ લાખથી પણ વધારે હોવાની શક્યતા છે કારણ કે અતિ ઓછુ વજન ધરાવતા હોય તેવા બાળકોનો આંકડો જ ચોંકાવનારો છે. વિધાનસભામાં રજૂ થયેલા લેખિત ઉત્તરોમાં જણાવ્યા અનુસાર ઉંમર પ્રમાણે ઓછા વજનવાળા અને તેનાથી પણ નીચેની કેટેગરી એટલે કે અતિ ઓછા વજનવાળા બાળકોમાં એકલા અમદાવાદ શહેરમાં ૩૫૩૬ જેટલા અતિ ઓછા વજનના કૂપોષણથી પીડાતા હતા. જ્યારે અમદાવાદ જિલ્લામાં ૧૩૯૪, પંચમહાલ જિલ્લામાં ૨૨૨૧, ખેડા જિલ્લામાં ૨૨૭૧, સાબરકાંઠામાં ૧૦૫૬, અરવલ્લીમાં ૧૨૬૬, જૂનાગઢમાં ૫૯૬, મહિસાગર ૫૬૬, બનાસકાંઠા ૨૮૫૭, અમરેલી ૧૦૧૩, મહેસાણા ૬૯૪, પંચમહાલ ૨૨૨૧, નવસારી જિલ્લામાં ૮૯૩, આણંદ જિલ્લામાં ૨૩૯૦, સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૫૨૭ સહિત ૧૫ જિલ્લા-શહેરમાં અતિ કૂપોષિત બાળકોનો આંકડો પચ્ચીસ હજારથી વધારે છે. આ ઉપરાંત આ તમામ જિલ્લાઓમાં ઉંમર કરતા ઓછું વજન ધરાવતા કૂપોષિત બાળકોનો આંકડો દોઢ લાખથી વધારે છે.