બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાતમાં બે દિવસમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થયા

PR
P.R
પાછલા ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. બે દિવસ અગાઉ ગોધરાની સાયન્સ કોલેજનાં મેદાનમાં યોજાયેલા સત્સંગ હાજરી આપવા ગયેલા સંત આસારામ બાપૂનુ હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે જ પચ્ચીસેક ફુટની ઉંચાઈથી ધડાકાભેંર ભોંય પર પટકાતા હાહાકાર મચી ગયો હતો. આ હેલિકોપ્ટરમાં સંત આસારામ બાપૂ સહિત અન્ય પાંચ મહત્વની હસ્તીઓ હતી.

જેથી સત્સંગ સમારોહમાં મૌજુદ લોકોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ હેલિકોપ્ટર પાસે દોડી આવ્યા હતા. બીજી તરફ જમીન પર પટકાયેલા હેલિકોપ્ટરની પાંખો અને આગળનાં ભાગનાં ફુરચેફુરચા ઉડી ગયા હતા. બીજી તરફ ગઈકાલે જામનગર નજીકનાં સરમત ગામ નજીક એરફોર્સનાં બે હેલિકોપ્ટર સામસામે ભટકાયા હતા. આ દુર્ઘટના બાદ બંને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયા હતા. હેલિકોપ્ટરની દુર્ઘટનામાં એરફોર્સનાં નવ અધિકારીઓનાં મોત નીપજ્યા હતા. આમ, પાછલા ત્રણ દિવસમાં ગુજરાતનાં આકાશમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થયા હતા.