ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાતમાં શુ હવે મોદી મેજીક નહી ચાલે ?

P.R
ગુજરાતના રાજકારણમાં છેલ્લા 10 વર્ષથી એવું કહેવાતું હતું કે ‘મોદીના નામે પથરા પણ તરી જશે...’ ‘ભાજપમાં કોઇપણ વ્યક્તિ ચૂંટણી જીતી શકે છે...’ ‘અમારે ઉમેદવારને નહીં, મોદીને મત આપવાનો છે...’ આ પ્રકારના વાક્યો હવે માત્ર ભ્રમણા બનીને રહી જાય તેમ છે, કારણ કે માણસાની ચૂંટણીએ સાબિત કર્યું છે કે મોદીના નામે ચૂંટણી જીતી શકાશે નહીં, પોતાના વ્યક્તિત્વમાં પણ દમ હોવો જોઇએ. દમ નહીં હોય તો મતદારો ફગાવી દેશે.

2012માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે મોદીનો કરિશ્મા નહીં ચાલે, ઉમેદવારે પોતાની તાકાત પૂરવાર કરવી પડશે. માણસાની પેટા ચૂંટણીએ 2002 અને 2007ના ચૂંટણી પરિણામોને બદલી નાંખ્યા છે. ઉમેદવાર એવો હોવો જોઇએ કે જે મતદારોને આકર્ષિ શકે, અન્યથા દશરથ પટેલ જેવા હાલ થઇ શકે છે. મોદીના નામે ઓવર કોન્ફિડેન્સમાં આવી ગયેલા ઉમેદવારો બેઠક ગુમાવી શકે છે.

ગઇ લોકસભાની ચૂંટણીમાં ગોધરાના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાએ જે ભૂલ કરી તે ભૂલ ભાજપે માણસામાં કરી છે. અમે તો સારી લીડથી જીતી જઇશું તેવો ભ્રમ છેલ્લા દસેક દિવસથી ભાજપના નેતાઓ રાખતા હતા. તેમાંય વળી ભાજપ જ્યાં માઇનસ જાય છે તે ગાંધીનગર જિલ્લામાં ભાજપનું સંગઠન એટલું નબળું છે કે આવનારી ચૂંટણીમાં ધ્યાન નહીં રખાય તો ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો ભાજપ ગુમાવી શકે છે.

ગુજરાતમાં માણસાથી પરિવર્તનનો પવન ફુંકાયો છે તેવું કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કરી રહ્યાં છે ત્યારે માણસાએ આ સાબિત કર્યું છે. ભાજપે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ગુમાવી પછી આ બીજી બેઠક સરકાવી દીધી છે. ગામડાના મતદારોને હવે ચેન્જ જોઇએ છે તેવું આ પરિણામથી સાબિત થયું છે. ચૂંટણીમાં ટીકીટ મળી એટલે આપણે જીતી જવાના, કારણ કે મોદીના નામે જીત પાક્કી હોય છે. આ ભ્રમમાંથી ભાજપના ઉમેદવારોએ બહાર આવવું પડશે










સૌજન્ય : જીએનએસ