ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાતમાં ૨૦૧૩માં લોકસભાની પેટાચૂંટણીમાં 2 બેઠકો ભાજપે આંચકી લીધી હતી

P.R
ગુજરાતમાં ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ૧૧ બેઠકો જીતી હતી. જો કે સાંસદના અવસાન કે પછી પક્ષપલટો કરવાના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને બનાસકાંઠા અને પોરબંદરની બેઠક ગુમાવવી પડી હતી.

૨૦૦૯માં બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના મુકેશ ગઢવી ચૂંટાઈ આવ્યા હતા. જો કે ગયા વર્ષે ૨૦૧૩માં તેમનું અવસાન થતાં બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી અને એમાં આ બેઠક ભાજપે જીતી લીધી હતી. નોંધપાત્ર બાબત એ છે કે અહીંથી વિજેતા બનેલા હરિભાઈ ચૌધરી ૨૦૦૯માં મુકેશ ગઢવી સામે પરાજિત થયા હતા.

બીજો કિસ્સો પોરબંદર બેઠકનો છે. ૨૦૦૯માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડેલા વિઠ્ઠલ રાદડિયાએ ભાજપના ઉમેદવારને પરાજિત કર્યા હતા. જો કે પછી ૨૦૧૨ની ચૂંટણી રાદડિયાને ધોરાજી વિધાનસભાની બેઠક પરથી લડવાનું કહેવાયું હતું. રાદડિયા વિધાનસભામાં જીત્યા હતા. જો કે પછીથી રાજકીય મહત્ત્વકાંક્ષાઓ પૂરી ન થતાં સર્જાયેલી પરિસ્થિતિમાં તેમણે વિધાનસભા ઉપરાંત પોરબંદરની લોકસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું, ભાજપમાં જોડાઈ ગયા હતા. એ પછી પોરબંદર બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.