શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 14 મે 2013 (14:03 IST)

ગુજરાતીઓને કાશ્‍મીરનું ઘેલું લાગ્યું છે

P.R


ઉનાળું વેકેશન શરૂ થતાની સાથે ગુજરાતના સહેલાણીઓ કાશ્‍મીર અને કુલ્લુ મનાલી તરફ જઇ રહ્યા છે તો ચારધામની યાત્રા કરનારાઓ પણ વધ્‍યા છે. ગુજરાતમાંથી જનારા લગભગ ૬૦ થી ૭૦% પર્યટકો કાશ્‍મીર જવાનું પસંદ કરે છે.

ગુજરાત એસોસિએશન ઓફ ટૂર ઓપરેટરના સચિવ જણાવે છે કે ઉનાળું વેકેશન શરૂ થતા જ ગુજરાતીઓની પહેલી પસંદ કાશ્‍મીર અને હિમાચલ પ્રદેશ હોય છે. લોકો બે મહિના અગાઉથી જ બુકિંગ કરાવી લે છે. કાશ્‍મીર અને હિમાચલમાં કુલ્લુ-મનાલી એવા સ્‍થળો છે, જ્‍યાં વર્ષમાં ૩૦૦ દિવસ બરફ છવાયેલો રહે છે અને હંમેશા ઠંડુ મૌસમ રહે છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા કરવા પણ લોકો જાય છે.

ઋષિકેશથી ૧૧ મેના ચારધામની યાત્રા શરૂ થઇ જશે. ૧૨ મેના અક્ષય તૃતીયાએ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખુલશે. કેદારનાથના દ્વાર ૧૪ ના અને બદ્રીનાથના બારણાં ૧૬ મે ના રોજ ખુલશે. ચારધામની યાત્રા માટે લગભગ ૪૦૦ યાત્રીઓનું બુકિંગ છે. જે અલગ-અલગ જથ્‍થામાં આવશે.

તેમણે જણાવ્‍યું કે ચાર થી પાંચ વર્ષ પહેલા આતંકવાદને કારણે કાશ્‍મીર જનારા સહેલાણીઓની સંખ્‍યા ઘટી ગઇ હતી, પણ હવે સ્‍થિતિ સામાન્‍ય થવા લાગી છે. હવે સહેલાણીઓની સંખ્‍યામાં વધારો થવા લાગ્‍યો છે.

એસોસિએશનના અધ્‍યક્ષ અનુસાર ગુજરાતી સહેલાણીઓ એપ્રિલથી જૂન સુધી ચારધામ, કાશ્‍મીર અને હિમાચલ પ્રદેશમાં કુલ્લુ-મનાલી જાય છે.દાર્જીલિંગ, ગંગટોક અને કૈલાશ માનસરોવર પણ જાય છે. તેમણે જણાવ્‍યું કે ૫૦ થી ૬૦ પર્યટકોની પસંદ ઉતર-પૂર્વી રાજ્‍યો છે, જે ઉનાળાની ઋતુમાં ઠંડા હોય છે. ગોવા અને કેરળ જનારા પર્યટકોમાં માત્ર ૧૦% ગુજરાતીઓ હોય છે