બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2016 (00:22 IST)

ગુલમર્ગ હત્યાકાંડ : આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગણી, 9 મીએ સુનાવણી

ગુલમર્ગ હત્યાકાંડમાં આજે સરકારી વકીલ આર. સી. કોડેકર 11 દોષિત આરોપીને એડવોેકટ અભયભાઇ ભારદ્વાજે ખુનના આરોપ હેઠળ દોષિત કરેલા આરોપીઓને ઓછી સજા એટલે કે, જનમટીપ અથવા આજીવન કૈદ સુધીની સજા સંદર્ભે દલીલો કરી હતી આ દલીલો બાદ કોર્ટે બંને પક્ષોની વિશેષ દલીલો માટે તા. 9 મીએ વધુ સુનાવણી રાખેલ છે.

      આજે ઉઘડતી કોર્ટે સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કેસની સુનાવણી આરોપીઓને કોર્ટે દોષિત ઠરાવીને કેસ સાબીત માગેલ હોય આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગણી કરી હતી. અથવા વિકલ્પે આરોપીઓના કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી જીવનપર્યંત એટલે કે, આરોપીઓ જીવે ત્યાં સુધી જેલમાં રહે તેવી સજાની માંગણી કરી હતી.

      આ સામે બચાવપક્ષે એડવોકટ અભયભાઇ ભારદ્વાજે એવી રજુઆત કરેલ કે, ખુનના ગુનામાં દોષિત ઠરેલ આરોપીઓને વધુમાં વધુ જન્મટીપ કે આજીવન કેદની સજાની જોગવાઇ છે. આરપીઓને ફાંસી આપી શકાય તેઓ આ કેસ નથી તેમજ આરોપીનોને જીવે ત્યાં સુધી જેલમાં રાખવા જોઇએ. તેવી કાયદામાં કોઇ જોગવાઇ નથી તેવી કાયદાએ નિયત કરેલ ઓછામાં ઓછી સજા દોષિનોનેે કરવી જોઇએ.

      સરકારી વકીલ આર.સી. કોડેકર કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે આરોપી કૈલાશ ધોબી હાલમાં ફરાર છે. જેથી આરોપીઓની સજાની સુનાવણી મોકૂફ રાખવામાં આવે જો કે કોર્ટે તેઓની રજુઆતને નકારી કાઢી હતી. ઉપરાંત તેઓએ રજૂઆત કરી હતી કે, તમામ ર૪ આરપોીઓને હત્યાના ગુના માટે સજા થવી જોઇએ. આ ઘણું દૂર અને અમાનવીય કૃત્ય હતું. લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. ૧૪ મહિલાઓ અને ૮ બાળકો સહિત ત્રીસ લોકોને હજુ પણ કોઇ ભભાળ મળી શકી નથી. લઘુમતી કોમના હોવાના કારણે આ લોકોની હત્યા કરાઇ હતી. આ રેરેસ્ટ ઓફ રેરની વ્યાખ્યામાં આવતો કેસ હોવાથી આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઇએ. આ તમામ આરોપીઓને જો ફાંસીની સજા ન કરાય તો જીવે ત્યાં સુધી કેદની સજા થવી જોઇએ તેવી સકારી વકીલની રજુઆત સામે કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે ૧૪ વર્ષથી વધુની સજા કઇ રીતે થઇ શકે ?