બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુલમર્ગ હત્યાકેસ : ટ્રાયલ પર સ્ટે મુકવાની અરજી કોર્ટ દ્વારા ફગાવાઈ

.
P.R
ગોધરાકાંડ બાદના શહેરના ચકચારી ગુલમર્ગ હત્યાકેસમાં હાલની ટ્રાયલને સ્ટે કરવા માટે થયેલી રીટને ન્યાયમુર્તિ જે.સી. ઉપાધ્યાયે ફગાવી દીધી હતી. આ કેસની વિગત એવી છેકે ગુલમર્ગ હત્યાકાંડમાં સીટ દ્વારા સુપ્રીમકોર્ટ સમક્ષ જયારે રીપોર્ટ રજુ થઇ ગયો છે ત્યારે તે અહેવાલ ડેઝીગ્નેટેડ કોર્ટ સમક્ષ પણ રજુ થાય ત્યાં સુધી કોર્ટની ટ્રાયલને સ્ટે કરવા માટે રૂપા દારા મોદી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રીટ કરવામાં આવી હતી.

તેમણે પોતાની રીટમાં એવી રજુઆત કરી હતીકે આ કેસમાં રીપોર્ટને આધારે વધુ તપાસનો આદેશ પણ થઇ શકે છે તેવા સંજોગોમાં જો ટ્રાયલ ચાલી ગઇ હોય તો કેસને અસર થઇ શકે તેમ છે. માટે જયાં સુધી આ રીપોર્ટ સીટ દ્વારા કોર્ટ સમક્ષ રજુ ન થાય ત્યાં સુધી કેસની ટ્રાયલ ચલાવવી જોઇએ નહી. બીજી તરફ સરકાર તરફે એવી રજુઆત કરવામાં આવી હતીકે કેસને જલ્દી પુર્ણ કરવા માટે સુપ્રિમકોર્ટે અગાઉ નિર્દેશો આપ્યા છે.

તેમજ સીટે જ્યારે આ અહેવાલ સુપ્રીમકોર્ટ સમક્ષ રજુ કર્યા ત્યારે પણ કોર્ટે ટ્રાયલ પર સ્ટે આપ્યો નથી. તેથી આ તબક્કે સ્ટે આપવો યોગ્ય નથી. બંને પક્ષોની દલીલો ધ્યાને લઇ ન્યાયમુર્તિ જે.સી. ઉપાધ્યાયે આ રીટને ફગાવી દીધી હતી.