ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: જુનાગઢ, , શુક્રવાર, 10 જૂન 2016 (15:41 IST)

ગેરકાયદે રીતે સિંહ દર્શન

એક સપ્તાહ પછી ગુજરાતની વૈશ્વિક ઓળખ સમાન એવા ગીરના અભ્યારણમાં સાવજોના વેકેશનનો  પ્રારંભ થઈ રહ્યો છે. એટલે કે આ સમય દરમિયાન પ્રવાસીઓના જંગલ પર પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. ચોમાસાની ઋતુમાં સિંહોનો મેટીંગ પીરિડય શરુ થતો હોવાથી ગીર અભ્યારણ પાંચ મહિના માટે બંધ રહે છે.  જોકે, સાસણગીરમાં પ્રવેશબંધીનો ગેરલાભ લઈ સ્થાનિક ઘુસણખોરો માત્ર સિંહ જ નહીં પરંતુ સિંહ સંવનના દર્શન કરાવવા માટે પ્રવાસીઓ પાસેથી ૨૦ હજાર રુપિયા પડાવતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. સ્થાનિક સુત્રોના દાવા મુજબ, આ ગોરખ ધંધો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને તેમાં વન વિભાગના કેટલાક કર્મચારીની પણ સંડોવણી છે.
 
તેમજ મોટા અધિકારીઓ પણ આવી ઘટનાઓમાં કાર્યવાહી કરવાની જગ્યાએ આંખઆડા કાન કરી રહ્યા છે. જેના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ મોટાપાયે ફુલીફાલી છે.સામાન્ય દિવસોમાં રાત્રે ગેરકાયદે સિંહદર્શન કરાવવા માટે વ્યક્તિદીઠ ૫૦૦ રુપિયા ઉઘરાવવામાં આવે છે. આખી રાત  સ્થાનિક લોકો કેટલાક જંગલખાતાના કર્મચારીઓના મજબુત નેટવર્કથી  સિંહોનું લોકેશન શોધતા ફરે છે અને આસપાસના ગામ કે ખેતર નજીક સિંહોનું લોકેશન મળતા જ પ્રવાસીઓને સિંહદર્શન કરાવે છે કેટલીક વખત તો સિંહને ટ્રેક કરવા માટે ભેંસનું મારણ પણ મુકતા હોય છે જ્યાં પ્રવાસીઓને સિંહનું મારણ ખાતા લાઈવ બતાવવામાં આવે છે.  જો હજી પણ વેળાસર તંત્ર જાગશે નહીં તો આગામી દિવસોમાં ગેરકાયદેસર રીતે સિંહ સંવનન જોવા ઘુસેલ લોકો પર સિંહોના હુમલાની ઘટના સામે આવે તો નવાઈ નહીં.