ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ચેટીચાંદ નિમિત્તે અમદાવાદમાં નીકળશે ભવ્ય શોભાયાત્રા

P.R
સિંધી સમાજના પવિત્ર પર્વ ચેટીચાંદ નિમિત્તે શનિવારે પાંચકૂવા દરવાજાથી ભવ્ય શોભાયાત્રા નિકળશે. રિવરફ્રન્ટ પર પણ સિંધી સમાજ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાશે.સિંધી સમાજના આરાધ્ય દેવ ઝુલેલાલના જન્મદિન ચૈત્ર સુદ બીજને ચેટીચાંદ નિમિત્તે આ કાર્યક્રમ યોજાય છે.

શનિવારે બપોરે બે વાગે પાંચ કૂવા દરવાજાથી ૭૦થી ૮૦ રંગબેરંગી ટેબ્લો, અખાડા, પ્રસાદી, ટેમ્પો બેન્ડ સાથે સિંધી નૃત્ય કરતા લોકો આ શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રાનું પ્રયાણ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ કરાવશે તે સમયે પૂર્વ મંત્રી ડો. માયાબહેન કોડનાની, સાંસદ હરીન પાઠક, મેયર અસિત વોરા, ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત અન્ય અગ્રણી ઉપસ્થિત રહેશે.

સાંજે રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ટી.વી.સ્ટાર મોહિત લાલવાણી, સલોની (ગંગુબાઇ) સહિત અન્ય હાજર રહેશે. જે પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. શુભેચ્છા પાઠવતા રાજ્યપાલ, મુખ્યમંત્રીરાજ્યપાલ ડો.કમલા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચેટીચાંદના પવિત્ર પર્વે સીંધી ભાઇ બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.તેમણે નવા વર્ષના શુભારંભે આ પાવન પર્વ સમાજમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરશે એવી કામના વ્યક્ત કરી છે