શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

જસદણના ધારાસભ્યની ધરપકડ

જસદણના ધારસભ્ય અને ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાની તદ્દન રાજકીય અને વૈમનસ્યપૂર્ણ રીતે 2005ની સાલની એક ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જેનો વિરોધ કરવા અને આગામી પગલાઓ ભરવા માટે કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક તાત્કાલિક બેઠક વિરોધ પક્ષના નેતા શક્તિ સિંહ ગોહિલ દ્વારા 3 ડિસેમ્બરે બુધવારના રોજ બપોરે ત્રણ વાગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના મિટીંગ હોલમાં રાખવામાં આવી છે.