શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Updated :અમદાવાદ , બુધવાર, 21 મે 2014 (23:58 IST)

જાણો ગુજરાતના નવા સીએમ આનંદી બેન પટેલ વિશે

. નરેન્દ્ર મોદી દેશનું પીએમ પદ સંભાળવા જઈ રહ્યા છે અને હવે તેમના પછી આનંદી બેન પટેલ ગુજરાતની આગામી મુખ્યમંત્રીનો પદભાર સંભાળશે. આનંદીબેન પટેલ હાલ ગુજરાત સરકારમાં માર્ગ અને ભવન નિર્માણ રાજસ્વ શહેરી વિકાસ અને શહેરી રહેવાસ વિપદા પ્રબંધન અને કેપિટલ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલ મંત્રાલયોનો કાર્યભાર સંભાળી રહી છે. આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જ ગુજરાતના બીજેપી કૈડરની એક મુખ્ય નેતા રહી છે.  હાલ આનંદીબેન પટેલ ગુજરાતની સૌથી લાંબા કાર્યકાળવાળી ધારાસભ્યનો રેકોર્ડ પોતાના નામ પર કરી ચુકી છે. આનંદીબેન પટેલે રાજ્યસભાના સાંસદના રૂપમા વર્ષ 1994મા પોતાના રાજનીતિક કેરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 1998માં ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતીને તેમનુ વલણ રાજ્ય તરફ થઈ ગયુ હતુ. વર્તમાનમાં તે ગુજરાતની એકમાત્ર એવી મહિલા ધારાસભ્ય છે જે સતત ચાર વાર વિજયી થઈને ગુજરાત વિધાનસભા સુધી પહોંચી છે. ગુજરાત સરકારમાં એક કેબિનેટ મંત્રી તેમનો ચોથો કાર્યકાળ ચાલુ છે. કદાચ જ કોઈને ખબર હશે કે ગુજરાતની આગામી સીએમના રૂપમાં જે આનંદીબેન પટેલ આવી રહ્યા છે તેમણે એકવાર તળાવમાં ડૂબી રહેલ બાળકીઓનો જીવ બચાવ્યો હતો. આ કામ માટે તેમને વીરતા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.  આગળની સ્લાઈસમાં આનંદી બેન પટેલની જીંદગી સાથે જોડાયેલ કેટલીક એવી વાતો જેના વિશે જાણવા જેવુ છે. 

આગળ અનુશાસન માટે જાણીતા છે આનંદીબેન પટેલ 
 
 

અનુશાસન માટે જાણીતા છે આનંદીબેન પટેલ - આનંદીબેન 70ના દસકામાં અમદાવાદના મોહિનીબા કન્યા વિદ્યાલયની પૂર્વ પ્રિંસિપલ પણ રહી ચુક્યા છે. ગુજરાત ભાષાની સારી પ્રવકતા 71 વર્ષીય આનંદી અને મોદીની લોકપ્રિયતાની વાત કરીએ તો રાજ્યમાં આ બંને નેતાઓને પોતાની કાર્યકુશળતા માટે ઓળખવામાં આવે છે. 
 
 
સન 1988થી એકબીજ સાથે પરિચિત - મોદી સન 1988થી આનંદીબેન પટેલને ઓળખે છે. જ્યારે તેઓ ભાજપામાં જોડાઈ હતી. આનંદી એ સમયથી ચર્ચામાં આવી જ્યારે તેણે દુષ્કાળ પીડિતો માટે ન્યાય માંગવાનો કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વર્ષ 1995માં શંકર સિંહ વાઘેલાએ જ્યારે બગાવત કરી હતી. એ કઠિન પરિસ્થિતિમાં પણ આનંદીબેન અને મોદીએ સાથે મળીને પાર્ટી માટે કામ કર્યુ હતુ.  

આગળ અનુભવ પણ કમાલનો 


અનુભવ પણ કમાલનો - બેદાગ છબિવાળી આનંદીબેન પાસે અનુભવની કમી નથી. આનંદી ગુજરાતની સૌથી લાંબા સમયથી ધારાસભ્યનો રેકોર્ડ પોતાના નામ પર કરી ચુકી છે. આ ઉપરાંત 1998માં કેબિનેટમાં આવ્યા બાદથી તે શિક્ષા અને મહિલા તેમજ બાળ કલ્યાણ જેવા મંત્રાલયોની જવાબદારી સંભાળી ચુક્યા છે. 
 
મળી ચુક્યો છે  વીરતા પુરસ્કાર - આનંદી નિડર અને સાહસી પણ છે. તેમણે 1987માં વીરતા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. એક વિદ્યાર્થીને ડૂબતા બચાવવા માટે આનંદીબેન પટેલ જાતે જ તળાવમાં કૂદી પડ્યા હતા. 
 

આગળ ખેડૂતો સુધી પહોંચાડી ટેકનોલોજીની તાકત
 
 

ખેડૂતો સુધી પહોંચાડી ટેકનોલોજીની તાકત - આનંદીબેન પટેલે એક શહેરી વિકાસ અને રાજસ્વ મંત્રી ઈ-જમીન કાર્યક્રમ જમીનના સ્વામિત્વ ડાટા અને જમીનના રેકોર્ડને કંપ્યૂટરીકૃત કરીને જમીનના સૌદામાં થનારી ધાંધલીની આશંકાને ઓછી કરી નાખી. તેમની આ યોજનાથી ગુજરાતના 52 ટકા ખેડૂતોને અંગૂઠાના નિશાનો અને તસ્વીરોનુ કમ્પ્યુટીકરણ કરી નાખ્યુ. 
 
વિધવાઓને બતાવી શિક્ષાની તાકત - આનંદીબેને બીએસઈનો અભ્યસ પુરો કર્યા બાદ મહિલા વિકાસ ગૃહને જોઈન કર્યુ. અહી આનંદીબેને 50થી વધુ વિધવાઓના કલ્યાણ માટે વોકેશનલ કોર્સ શરૂ કર્યો. 
 
રાષ્ટ્રપતિએ કર્યા સન્માનિત - આનંદી બેનને વર્ષ 1989માં રાષ્ટ્રપતિ તરફથી સર્વશ્રેષ્ઠ શિક્ષક, 1988માં રાજ્યપાલ તરફથી ગુજરાતના બેસ્ટ ટીચરનો પુરસ્કાર પણ મળી ચુક્યો છે.