શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ. , શનિવાર, 18 જૂન 2016 (14:33 IST)

જાફરી દ્વારા ગોળી ચલાવવાથી લોકો ભડક્યા, જેને કારણે થઈ બધી હત્યાઓ - કોર્ટ

ગુજરાતની ગુલબર્ગ સોસાયટીમાં 2002માં થયેલ નરસંહારમાં ષડયંત્રના કોઈપણ પહેલુથી ઈનકાર કરતા વિશેષ કોર્ટે આજે કહ્યુ કે કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી દ્વારા ચલાવેલ ગોળીઓએ ટોળાને ઉશ્કેરી અને તે ગુસ્સે થઈ ગઈ. જેને કારણે તેમને આ પ્રકારની હત્યાઓ કરી. પણ ગોળીબારને કારણે ભીડની આ કરતૂતને માફ નથી કરી શકાતી. 
 
વિશેષ એસઆઈટી કોર્ટના ન્યાયાધીશ પી.બી. દેસાઈએ પોતાના આદેશમાં કહ્યુ, "શ્રી એહસાન જાફરી દ્વારા વ્યક્તિગત ગોળીબારે ઉત્પ્રેરકનુ કામ કર્યુ અને તેણે ભીડને એટલી ઉશ્કેરી કે ત્યા હાજર સીમિત પોલીસ બળ  પાસે આવી ભીડને રોકવાનો કોઈ ઉપાય નહોતો.  ગોળીબારની ઘટના પછી ત્યા મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ." જાફરીની બંદૂકમાંથી આઠ ગોળીઓ નીકળી. તેમા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને 15 લોકો ઘાયલ થઈ ગયા. 
 
કોર્ટે કહ્યુ, "શ્રી એહસાન જાફરી ગુલબર્ગ સોસાયટીમાં એક જુદા સ્થાન પરથી ભીડ પર ગોળી ચલાવવાના દોષી છે. જેને કારણે એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને અનેક અન્ય બીજા ઘાયલ થઈ ગયા. મારા વિચારમાં તે ઉત્પ્રેરક હતુ. જેને ભીડને એ રીતે ઉશ્કેરી કે તે  અનિયંત્રિત થઈ ગઈ અને જેને કારણે હત્યાઓ થઈ. મોટી સંખ્યામાં નિર્દોષોએ જીવ ગુમાવ્યો." ઘટનામાં ષડયંત્રના પહેલુથી ઈનકાર કરતા કોર્ટે કહ્યુ આ અપ્રાકૃતિક છે. કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ સવારે નવ વગ્યાથી બપોરે બે વાડ્ય સુધી કોઈ મોટી અપ્રિય ઘટના ન થઈએ અને દોઢ વાગ્યા પછી અચાનક વસ્તુઓ ખૂબ ખરાબ થઈ ગઈ. જાણે કે ''કોઈ નળ ખોલવામાં આવ્યો હોય, જેને કારણે પાણીનું પુર આવી ગયુ અને નરસંહાર કાંડ થયો." કોર્ટે કહ્યુ કે આ તથ્યોથી કોઈપણ રીતે ટાળાએ જે કર્યુ તેની કોઈ માફી નથી મળી શકતી.