શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , બુધવાર, 22 મે 2013 (09:56 IST)

જાહેરસભામાં તો ઠીક. ફલાઇટમાં પણ મોદીના નામનો સૂત્રોચ્ચાર !!

:
P.R


જ્યા મોદી હોય ત્યા તેમના પ્રશંસકો ન હોય તેવુ બને જ નહી. એ પછી ભલે કોઈ જાહેરસભા હોય કે પછી ફ્લાઈટ હોય. દેશના વડાપ્રધાન કેવા હોવા જોઇએ.... નરેન્દ્ર મોદી જેવા હોવા જોઇએ... આ સૂત્રોચ્ચાર કોઇ ચૂંટણી કે જાહેરસભામાં નહી પરંતુ અમદાવાદ થી દિલ્હી જતી ફલાઇટમાં જોવા મળે તો કેવું લાગે ? વાત એમ છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે કોમર્શીયલ ફલાઇટમાં દાખલ થયા ત્યારે વિમાનમાં બેસેલા પ્રવાસીઓએ હર્ષોલ્લાસ સાથે "મોદી, મોદી" એવા ઉદ્દગારો ઉચ્ચાર્યા હતા. પ્રવાસીઓને શાંત પાડવા માટે વિમાનમાં કર્મચારીઓને ખાસ્સો સમય લાગ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં આયોજીત ભાજપની કેન્દ્રીય સંસદીય બોર્ડની બેઠકમાં હાજરી આપવા અમદાવાદ થી દિલ્હી જે ફ્લાઇટમાં ગયા તે ફ્લાઇટમાં તેઓ વિમાનમાં પ્રવેશ્યા ત્યારે વિમાનના યાત્રીકો ખૂબ જ રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને તેઓ જોરશોરથી "મોદી, મોદી" એમ બોલવા લાગ્ય હતા. જોત જોતામાં "દેશના વડાપ્રધાન કેવા હોય નરેન્દ્ર મોદી જેવા હોય... મોદીજી આપ આગે બઢો હમ આપકે સાથ હૈ.." ના સૂત્રો શરૂ થતાં સૌ કોઇ અચંબામાં પડી ગયા હતા. મોદીને વિમાનના પ્રવાસીઓ દ્વારા મળેલા માન-સન્માનને જોતાં ફ્લાઇટના કર્મચારીઓ પણ ભારે નવાઇ પામ્યા હતા અને વિમાનના પ્રવાસીઓને શાંત પાડવા તેમને વારંવાર વિનંતીઓ કરવી પડી હતી.

આ વિમાનમાં ત્યારબાદ પ્રવાસીઓ મુખ્યમંત્રી મોદી સાથે હાથ મિલાવવા લાઇનસર ઉભા રહી ગયા હતા. વિમાનમાં મોદીની સાથે ફોટો પડાવવા માટે ફટાફટ મોબાઇલ ફોન શરૂ થઈ ગયા હતા. વિમાનના પ્રવાસીઓને અંકુશમાં લેવા મોદીના સુરક્ષાકર્મીઓને પણ ભારે જહેમત ઉઠાવી પડી હતી. મોદી સામાન્ય લોકોમાં લોકપ્રિય તો છે જ પરંતુ વિમાનમાં પ્રવાસ કરતાં ઉચ્ચ મધ્યમવર્ગીય અને માલેતુજારોમાં પણ એટલી જ લોકચાહના ધરાવે છે તે પુરવાર થયું છે. સામાન્ય રીતે મોદી સુરક્ષાના કારણોસર કોમર્શિયલ ફ્લાઇટમાં પ્રવાસ કરવાનું ટાળતા હોય છે અને ગુજરાત સરકારના કે કોઇ ખાનગી કંપનીના વિમાનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે ત્યારે સંસદીય બોર્ડની બેઠકમાં હાજરી આપવા તેમણે કોમર્શિયલ ફલાઇટમાં મુસાફરી કરી તેનાથી પણ ઘણાને નવાઇ લાગી હતી.