ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2013 (11:12 IST)

જો..જો..ને બિહારનાં ધડાકાનું કનેક્શન પણ ગુજરાતમાંથી જ નીકળશેઃ શંકરસિંહનો કટાક્ષ

P.R
બિહારના પટણામાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટની જો ન્યાયિક તપાસ થાય તો વિસ્ફોટો કરનારનું પગેરું ગુજરાતમાં નીકળશે. આવો આક્ષેપ ગુજરાતના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. બિહારના પટનામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા થયેલા સાત શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અંગે બાપુએ કેટલાક આક્ષેપો કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ સવાલ કર્યો છે કે, ઈન્ડિયન મુઝાહિદ્દીને નાણાકીય મદદ કોણ પુરી પાડે છે તેની તપાસ થવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, ચોક્કસ સમયે જ બિહારમાં વિસ્ફોટ થયા. અને તેનું કારણ શું?. વળી તેમણે આક્ષેપ કર્યો કે, આ તમામની તપાસ થાય તો વિસ્ફોટ કરનારનું પગેરું ગુજરાતમાં નિકળશે. તેમણે અગાઉની ઘટનાનો દાખલો આપી આ આક્ષેપ કર્યો. જેમ બુદ્ધ ગયા વિસ્ફોટનું પગેરું મળ્યું હતું તેમ આ ઘટનાનું પણ પગેરું ગુજરાતમાં નીકળશે તેવો દાવો પણ તેમણે કર્યો. પટણામાં નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટની પ્રાથમિક તપાસમાં શંકાની સોંય ઈન્ડિયન મુઝાહિદ્દીન તરફ તકાઈ છે. સાથે જ કાવતરું કરાંચીમાં ઘડાયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આવા સમયે શંકરસિંહ વાઘેલાના આ આક્ષેપો સાથેના દાવાથી રાજકીય ગરમાવો પણ આવી ગયો છે.