ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 7 મે 2014 (16:31 IST)

જો મોદી વારાણસી-બરોડા બંને બેઠક પરથી જીતે તો બરોડાની બેઠક ખાલી કરશે

નરેન્‍દ્ર મોદીએ બરોડા અને વારાણસી એમ બે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે જેમાં બરોડાની બેઠકનું મતદાન પૂરૂં થઇ ગયું છે. જ્‍યારે વારાણસી બેઠક પર હવે થવાનું છે, પણ વારાણસી બેઠકના મતદાનની પહેલા જ ભાજપ કોર કમિટિએ નિર્ણય લઇ લીધો છે કે જો મોદી વારાણસી અને બરોડા બંને બેઠક પરથી જીતે તો તેમણે બરોડાની બેઠક ખાલી કરવી. નરેન્‍દ્ર મોદી પણ આ વાત સાથે સહમત થયા છે.
 
   હકીકત એ છે કે બરોડા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે અને ૧૯૯૮થી આ બેઠક પર ભાજપના કેન્‍ડિડેટ સતત જીતી રહ્યા છે. બરોડાની બેઠક જાળવવાનું કામ સહેલું હોવાની સાથોસાથ વારાણસી બેઠક હિન્‍દુત્‍વની દૃષ્‍ટિએ પણ મહત્‍વની હોવાથી એ બેઠક પર નરેન્‍દ્ર મોદી પોતાનું સંસદસભ્‍યપદ ચાલુ રાખે એવું ખુદ આરએસએસ ઇચ્‍છે છે તો ઉત્તર પ્રદેશમાં ભાજપ સ્‍ટ્રોંગ થાય અને એ માટે નરેન્‍દ્ર મોદી વધુ ફોકસ એ વિસ્‍તારમાં કરે એવું ભાજપ ઇચ્‍છે છે. આ તમામ તર્ક સાથે નરેન્‍દ્ર મોદી સહમત થયા છે અને એ સહમતી સાથે જ તેમણે ગુજરાતની બરોડા બેઠક ખાલી કરવાનું નક્કી કર્યું છે.
 
   નરેન્‍દ્ર મોદી બેઠક ખાલી કરે એ પછી બરોડાની આ બેઠક પરથી અગાઉના સંસદસભ્‍ય બાલકૃષ્‍ણ શુકલને લડાવવાનું પણ લગભગ નક્કી છે અને બાલકૃષ્‍ણ શુકલને આ બાબતમાં જાણ પણ કરી દેવામાં આવી છે. છેલ્લા લોકસભાના ઇલેકશનમાં ૧,૩૬,૦૧૭ મતે બાલકૃષ્‍ણ શુકલ જીત્‍યા હતા જે ગુજરાતની અત્‍યાર સુધીની હાઇએસ્‍ટ લીડ રહી છે.