ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (10:14 IST)

ડોક્ટરોની નોંધણી ફરજિયાત

સાબરકાંઠા જિલ્લામાં ફાટી નીકળેલા ઝેરી કમળાનાં કાબુમાં કરવા રાજ્ય સરકારે કામગીરી યુદ્ધ સ્તરે હાથ ધરી છે. તેમજ રાજ્યનાં દરેક ડોક્ટરનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય પગલાં ભરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે મોડાસામાં ખાનગી પ્રેક્ટીસ કરનાર તબીબીએ ઉપયોગ કરેલાં રીસાયક્લેબલ સીરીન્જનો ઉપયોગ કર્યો હતો. જેનાં કારણે હિપેટાઈટીસ બી -ઝેરી કમળાનો રોગ વકર્યો હતો. તેના કારણે રાજ્ય સરકારે જાહેર જનતાની સલામતી માટે ગુજરાત જાહેર આરોગ્ય અધિનિયમ જલ્દીથી અમલમાં લાવવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.


આ સાથે રાજ્યમાં આરોગ્યની સેવા આપતાં દરેક તબીબે નોંધણી કરવી ફરજિયાત બની જશે. તેમજ તેના માટે જરૂરી સર્ટીફિકેટ અને કુશળ સાધનો હોવા પણ જરૂરી છે. આ સાથે દરેક ડોક્ટરે દર્દીની સારવારનો રીપોર્ટ પણ રાખવો પડશે.


જેનું મોનીટરીંગ કરવા માટે રાજ્યસ્તરે તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવામાં આવશે. જેમાં રાજકીય પ્રતિનિધઓ, સહકારી સંસ્થાનાં સભ્યો, મહિલા મંડળ વગેરેનાં પ્રતિનિધિઓ હાજર રહેશે.