ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (16:09 IST)

ત્રાસવાદી જફર મસૂદનો પાસપોર્ટ ગુજરાતમાંથી ઈશ્યુ થયો હતો? મદદ કરનાર કાકા ભત્રીજાની ધરપકડ

અલ કાયદા તથા આઈએસઆઈ સાથે સાઠગાંઠ ધરાવતા એક ત્રાસવાદીને ઈશ્યૂ થયેલા પાસપોર્ટમાં મદદ કરનાર કાકા-ભત્રીજાની ધરપકડ સુરત એસઓજીએ કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજાએ પાસપોર્ટના વેરિફિકેશનમાં મદદ કરી હોવાનું બહાર આવતાં બંનેની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. ડિસેમ્બર-2015માં ત્રાસવાદી જફર મસૂદની દિલ્હીથી ધરપકડ થઇ હતી. ત્રાસવાદી જફર મસૂદ પાસેથી મળી આવેલા ચાર પાસપોર્ટમાંથી એક પાસપોર્ટ ગુજરાતના સુરતના સરનામાનો હતો. સેન્ટ્રલ આઈબી અને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે લાંબી તપાસના અંતે રાંદેરમાં રહેતા સૈયદ પરવેઝ ગુરુમિયાં અને શેખ યાહ્યા ગુલામ મોહંમદની ધરપકડ કરી હતી. આઈબીએ જે તે સમયે સુરતમાં ધામા નાખ્યા હતા અને પાસપોર્ટની તપાસ હાથ ધરી હતી. કાકા- ભત્રીજાએ સાક્ષી તરીકે સહી કરી હોવાનું બહાર આવતાં આઈબીએ બન્નેને દિલ્હી બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. જે તે સમયે બન્નેએ અજાણ હોવાનું રટણ ચાલુ રાખતાં આઈબીએ તેમને જવા દીધા હતા. રાંદેર રહેતા સૈયદ પરવેઝ ગુરુિમયાં અને શેખ યાહ્યા ગુલામ મોહંમદે વર્ષ 2002માં મૂળ યુપીના એવા આતંકી જફર મસૂદને પાસપોર્ટ કઢાવી આપવા માટે સાક્ષી તરીકે સહી કરીને મદદગારી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. એસઓજીએ બન્નેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે બન્નેના 2 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.