શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 4 નવેમ્બર 2014 (15:31 IST)

દિવાળીની રજાઓ સાથે-સાથે ફરી મીની વેકેશન લંબાયું

દિવાળી પર્વમાં સરકારી કચેરીઓમાં મીની વેકેશન પડી ગયુ હતુ તેથી સરકારી કર્મચારીઓને જલ્સા પડી ગયા હતા પરંતુ હવે દિવાળી પૂર્ણ થઈ ગઈ તેને પણ એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે છતાં સરકારી તંત્રમાં સુસ્ત માહોલ જોવા મળી રહ્યો છે અને સરકારી બાબુઓને કામ કરવાનુ જોમ ચડતુ નથી. સરકારી કર્મચારી હાલ ચેકીંગમાં પણ નિકળતા નથી તેથી ખોટુ કરતા વેપારી સહિતનાને રાહત છે તેથી ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપવા જરૃરી છે. સરકારી કર્મચારીઓ હજુ રજાના માહોલમાં હોય અરજદારો કચવાટ કરતા નજરે ચડી રહ્યા છે.

સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓમાં દિવાળી વેકેશન પૂર્ણ થઈ તેને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ સરકારી કચેરીઓમાં હજુ સુસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી કચેરીઓમાં દિવાળી પહેલા અને દિવાળી બાદ પણ કેટલાક કર્મચારીઓ રજા પર હોવાથી રજા જેવો માહોલ જણાતો હોય છે, જેના કારણે અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠતા હોય છે. રજા બાદ થોડા દિવસ કર્મચારીઓને કામગીરી કરવામાં આળસ થતી હોય છે, આ આળસમાં ને આળસમાં હજુ કેટલાક સરકારી વિભાગમાં ખાસ કામગીરીનો ધમધમાટ જોવા મળતો નથી.