શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ભાવનગરઃ , મંગળવાર, 8 માર્ચ 2016 (17:08 IST)

દેશનું એક માત્ર મહિલા કુલી ઘરાવતુ રેલ્વે સ્ટેશન

ભારતભરના એકમાત્ર ભાવનગર રેલ્વે સ્ટેશનમાં છેલ્લી ત્રણ પેઢીઓથી મહિલા કૂલીઓ કામ કરી રહી છે. રજવાડા સમયે મહિલાઓને રોજી મેળવવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મહિલા કુલીઓ માટે બેજની વ્યવસ્થા કરી આપી હતી. બેઝ તરફથી પછીની પેઢી પણ રોજગારી મેળવી શકે અને પરંપરા જાળવી રાખી અને આજ દિન સુધી આ પરંપરા ચાલી રહી છે. શહેરના રેલ્વે સ્ટેશને કુલી તરીકે કાર્યરત મહિલાઓ ભાવનગરની એક ઓળખ છે. રેલ્વે સ્ટેશન પર ૧૩ મહિલા કૂલી તરીકે છે. તેમાંથી ૯ મહિલા કૂલીઓ બેઝ (બિલ્લા ) ધરાવતા હોય તેમજ અન્ય ૪ મહિલા કુલી બેઝ વગર પણ કામ કરતા હોય. અગાઉ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ને મળી અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર રેલ ટર્મિનસમાં ઘોડાગાડી અને ત્યારબાદ ઓટો રિક્ષાઓએ સ્થાન લીધું હતું. ભાવનગર રેલ્વેની શરૂઆત ભાવનગર સ્ટેટ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરેલ. આ રેલવેસ્ટેશન પર રાજવીકાળથી મહિલાઓને કુલી (સહાયક) તરીકે રોજગાર મળી રહે તે હેતુથી રાખવામાં આવેલ. આ મહિલા કુલીઓ માટે બેજની વ્યવસ્થા કરી આપી હતી. બેઝ તરફથી પછીની પેઢી પણ રોજગારી મેળવી અને પરંપરા જાળવી રાખી અને આજ દિન સુધી આ પરમ્પરા ચાલી રહી છે. ભાવનગર રેલવેસ્ટેશન કે જ્યાં અસંખ્ય રેલ મુસાફરો આવન-જાવન કરતા હોય છે. આ રીતે ચાલ્યું આવતું કામ વર્ષો થી ભાવનગરનાં રેલ્વે સ્ટેશન પર મહિલા કુલીઓ દ્વારા મજુરી કામ ચાલતું આવ્યું છે. લાખો મુસાફરો નાં સામાનને આ મહિલા કુલીઓ રેલ્વે પ્લેટફોર્મ પર થી લઇ ઓટો રીક્ષા સુધી યથા યોગ્ય રીતે પહોચાડી આપવામાં આવે છે. આ ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશને કુલી તરીકે કાર્યરત મહિલાઓ ભાવનગરની એક ઓળખ છે. આ ઓળખ ને અકબંધ રાખવા ભાવનગરની મહિલાઓ કટિબદ્ધ હોય તેમ આ મહિલાઓ રાજા શાહી વખત થી કામની પરંપરા જળવાતી રહી છે. ભાવનગરનાં મહારાજાએ રજવાડાનાં સમયમાં મહિલાઓને રોજી મેળવવા માટે આ મહિલા કુલીઓ માટે બેજની વ્યવસ્થા કરી આપી હતી. બેજ તરફથી પછીની પેઢીઓ પણ રોજગારી મેળવી શકે અને આ પરંપરા જાળવી રાખવા આ દીકરીઓએ પણ બીડું ઝડપેલ છે.
ભાવનગર રેલવે સ્ટેશન પર ખાસ કરીને સાપ્તાહિક ટ્રેન આવે અને જાય ત્યારે ખાસ મજૂરી મળી રહેતી હોય છે.આ સ્ટેશન પર એવી પણ મહિલાઓ છે જેમને પહેલાના સમયમાં ૨૫ પૈસા, ૫૦ પૈસા અને એક રૂપિયામાં પણ મજૂરી કામ કરી ગયેલ છે. આજના સમયમાં સ્ટેશન પર કુલી તરીકે કામ કરતી મહિલાઓને 30 થી ૪૦ રૂપિયા મજુરી મુસાફરો પાસેથી મળી રહે છે. આજે ૩૦થી ૪૦ રૂપિયા સુધીની મજૂરી મેળવીને આ કુલી મહિલાઓ પોતાના પગભર છે. કોઈ દિવસ અપૂરતી મજૂરી મળતી હોવા છતાં પણ નિરાશ થતા નથી. આ ઉપરાંત રેલવેસ્ટેશન પર કામ કરતા મહિલા કુલી તરફથી માનવતાના દર્શન પણ નજરે પડે છે. કોઈ પરિવાર કુલી ને આપવાના પૈસા પૂરતા નાં હોય તે જે પૈસા મજૂરી પેટે આપે તે લઇ ખુશ થાય છે. રેલવે સ્ટેશન મહિલા કુલી તરફથી કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તેમને પણ મદદ કરવામાં આવે છે. વ્હીલ ચેર મારફત તેમને તેમની જગ્યા સુધી પહોચાડવામાં આવે છે.

ભાવનગર રેલ્વે સ્ટેશન પર ૧૩ જેટીલી મહિલા કુલી કાર્યરત છે. જેમાં ૪ મહિલા 30-૪૦ વર્ષથી તેઓ કુલ્લીનું કામ કરીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવી રહી છે. આ મહિલાઓ એક ખાસ આદિજાતિ એટલે કે ભોય તરીકે જાતિના આ લોકો રજવાડાના સમય થી કામ કરતા રહ્યા છે. ભાવનગર ના મહિલા કુલી તરીકે કામ કરતી મહિલાઓ ની એક માંગ સરકાર પાસે એ પણ છે કે હાલમાં મોટા ભાગના મહિલા કુલીઓ પાસે બેજ નથી. તેમને આ બેજ માટે મુખ્ય મંત્રી સુધી પણ પોતાની રજૂઆત અગાઉ કરવામાં આવેલ પણ હજુ સુધી આ કુલી મહિલાઓ ને બેજ મળેલ નથી તેમજ ભાવનગર રેલવેસ્ટેશન પર માત્ર એક મુંબઈ જતી લાંબા અંતર ની ટ્રેન બાંદ્રા એક જ હોવાથી મુસાફરો ની સંખ્યા ઓછી જોવા મળે છે.જો સરકાર દ્વારા એક ટ્રેન લાંબા અંતર ની મળી રહે તો મુસાફરો પણ વધે અને તેમને તેમની મજુરી કામ પણ મળી રહે.સરકાર દ્વારા ભલે કોઈ નિર્ણય લેવામાં આવે કે ના આવે તે તો પોતાનું કામ અને સાથે માનવતા નુ કામ ચાલુ રાખી ભાવનગર ની સાન ને જાળવી રાખશે.