શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2013 (14:19 IST)

નરેન્દ્ર મોદી વિરુધ્ધ રાહુલ ગાંધીથી ભાજપાને ફાયદોઃ પાર્ટીનું અનુમાન

P.R
૨૦૧૪માં મિશન ૨૭૨ સીટ હેઠળ ભારતીય જનતા પાર્ટી એ કોશિશમાં લાગી છે કે ચૂંટણીમાં કોંગ્રેસ વિ. ભાજપ નહીં પરંતુ મોદી વિ. રાહુલ હોય. પાર્ટીને લાગે છે કે જો આવું થશે તો પાર્ટીને ઘણો ફાયદો થશે. તેનું કારણ એ છે કે અત્યારે મોદીની લોકપ્રિયતા જે સ્તર પર છે. તેનો સામનો કોંગ્રેસ કરી શકતી નથી. તેથી ભાજપની રણનીતિ ચૂંટણીને મોદી વિ. રાહુલમાં જ કેન્દ્રિત કરવાની છે. ભાજપના આ વિચાર પાછળનું કારણ એ છે કે, છેલ્લી બે રેલીઓમાં જે પ્રકારે મોદીએ રાહુલને નિશાન બનાવ્યા છે તેનાથી એ સંદેશ ગયો છે કે, વૈચારિક ક્ષમતાની બાબતમાં મોદી અને રાહુલની બરાબરી ન થઈ શકે. રાહુલે રાજસ્થાનમાં ઇમોશનલ તો ભાષણ આપ્યું પરંતુ તેના જવાબમાં મોદીએ જે વાર કર્યો તેના કારણે ખુદ કોંગ્રેસીઓ પણ માનવા લાગ્યા. ભાષણની બાબતમાં તો મોદી લાજવાબ છે.

ભાજપના સૂત્રોનું કહેવું છે અત્યારે મોદીની રેલીઓમાં ભારે ભીડ જોવા મળેલી છે. અત્યારનાં વર્ષોમાં રેલીઓની હાલત એવી થતી રહી છે કે, પાર્ટીના કાર્યકર્તાઓ રેલીમાં દેખાય છે. મોદીની રેલીઓમાં કાર્યકર્તાઓની સાથે સાથે પબ્લિક પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. ભાજપને લાગે છે કે, મોદી પોતાની ભાષામાં જે પ્રકારે પોતાના વિરોધીઓ પર નિશાન સાધે છે તેના કારણે શ્રોતાઓને પણ મજા આવે છે. બીજી તરફ રાહુલને તેના ભાષણ પર એટલી પ્રશંસા મળતી નથી. આ ઉપરાંત મોદી જ્યારે પોતાનાં ભાષણમાં રાહુલના ભાષણનો સામો જવાબ આપે છે ત્યારે લોકોને તેમાં ખૂબ જ મજા આવે છે.

ભાજપના નેતાઓનું કહેવું છે કે, મોદીનું વ્યક્તિત્વ અને તેની ભાષાશૈલી બંનેથી ભાજપને ફાયદો થાય છે. પાર્ટીના કેટલાય નેતાઓ પણ માને છે કે, ૨૭૨થી વધુ સીટ લાવવામાં તેમણે ખૂબ જ મહેનત કરવી પડે તેમ છે. કેમ કે હાલમાં લોકો ભલે કોંગ્રેસથી થાક્યા હોય પરંતુ હકીકત તો એ છે કે, પાર્ટીમાં સારા ઉમેદવારની પસંદગી માટે ખૂબ જ મહેનત કરવી પડશે. આ ઉપરાંત કેટલીય બાબતમાં ભાજપ હજુ નબળું છે. આવા સંજોગોમાં તે ઈચ્છે છે કે, તેઓ પોતાની સૌથી મોટી તાકાત એટલે કે મોદીનો વધુમાં વધુ ઉપયોગ કરે. ભાજપને લાગે છે કે તેણે મોદીને પીએમપદના ઉમેદવાર જાહેર કરીને કોંગ્રેસથી લીડ લીધી છે. પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ સ્પષ્ટ કરી શક્યું નથી કે તેનું પીએમ કેન્ડિડેટ કોણ હશે. ગઈ વખતે મનમોહનસિંહ અંગે સંકેતો સ્પષ્ટ હતા. મનમોહનસિંહની ઈમેજ પણ ક્લીન હતી. તેથી કોંગ્રેસે બાજી મારી લીધી હતી, પરંતુ આ વખતે મોદીની સામે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવવાની છે તે હજુ નક્કી નથી. તેનો ફાયદો ઉઠાવીને ભાજપ મોદી વિ. રાહુલ કરવા ઈચ્છે છે.