બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2013 (10:47 IST)

નરેન્દ્ર મોદીની નવી આક્રમક ટીમ જાહેર

P.R
ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્રમોદીને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના વડા તરીકે બનાવી દીધા બાદ નવી આક્રમક ટીમ પણ બનાવી દેવામાં આવી છે. વિશ્વસનિય સૂત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન નરેન્‍દ્ર મોદીએ પક્ષના અન્‍ય નેતાઓ સાથે વાતચીત કરીને પ્રચાર સમિતિના સભ્‍યોના નામ નક્કી કરી લીધા છે. મોદીના નેતળત્‍વમાં ચૂંટણી પ્રચાર સમિતિના સભ્‍યોમાં અમિતશાહ, વરૂણ ગાંધીનો પણ સમાવેશ થાય છે. રાજકીય પંડિતો પણ પોત પોતાની ગણતરીમાં લાગી ગયા છે. રાજકીય પંડિતો પણ માને છે કે મોદીની ટીમમાં જે સભ્‍યોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે તેમા આક્રમક સભ્‍યોનો સમાવેશ થાય છે. ભાજપ પ્રમુખ રાજનાથસિંહના કેટલાક વફાદારોને પણ સામેલ કરવામાં આવ્‍યા છે. આ ટીમમાં ધર્મેન્‍દ્ર પ્રધાનનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે જે ઓરિસ્‍સામાંથી છે જ્‍યારે મુરલીધર રાવ અને રામરાવ સંધ સાથે જોડાયેલા છે. આ ટીમ ખુબજ યુવાન દેખાઈ રહી છે. અમિત શાહને ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે બનાવવામાં આવ્‍યા છે. અમિતશાહ ભાજપની સ્‍થિતિને ઉત્તરપ્રદેશમાં મજબુત બનાવવા મક્કમ બની ચુક્‍યા છે.

ટીમ મોદીમાં કોણ કોણ છે

નવી દિલ્‍હી,તા.૧

૧. નરેન્‍દ્ર મોદી (ચેરમેન)

૨. અમિત શાહ

૩. વરુણ ગાંધી

૪. રાજીવ પ્રતાપ રૂડી

૫. મુખ્‍તાર અબ્‍બાસ નકવી

૬. ધર્મેન્‍દ્ર પ્રધાન

૭. સુધાસું મિત્તલ

૮. મુરલીધર રાવ

૯. રામલાલજી