બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 15 ડિસેમ્બર 2015 (13:44 IST)

નલિયામાં 2.6, ગિરનાર ઉપર 5 ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા પાંચ દિવસથી શ થયેલો ઠંડીનો રાઉન્ડ યથાવત છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો છે અને માત્ર 2.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. નલિયામાં હાડ થીજાવતી ઠંડીથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જૂનાગઢમાં 10 ડિગ્રી અને ગિરનાર પર્વત પર માત્ર પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ધારીમાં 9, ડિસામાં 8.1, કંડલામાં 9, ગાંધીનગરમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 10.6, અમરેલીમાં 11.4 અને ભૂજમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
 
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ હજુ ત્રણેક દિવસ ઠંડીનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં તાપમાનનો પારો વધારે પડતો નીચો ઉતરશે. લઘુત્તમ તાપમાનની સાથોસાથ મહત્તમ તાપમાનનો પારો પણ નીચો ઉતર્યો છે. રાજકોટમાં 27.6, અમરેલીમાં 27.4, નલિયામાં 26.2 અને ભૂજમાં 26.2 ડિગ્રી નોંધાયું છે.
 
પવનની ગતિ સરેરાશ 9થી 11 કિલોમીટર વચ્ચે રહેવા પામી છે પરંતુ ઉત્તર દિશામાંથી ફૂંકાયેલા પવનના કારણે ઠંડીની તીવ્રતા વધી જાય છે. રાજકોટમાં આજે સવારે ભેજનું પ્રમાણ 58 ટકા, અમરેલીમાં 52 ટકા, નલિયામાં 51 અને ભૂજમાં 64 ટકા રહ્યું છે.