શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

નારાયણ સાંઈની મદદગાર ગંગાની ધરપકડ કરનાર PSI વી.જે.ભરવાડ સસ્પેન્ડ

ગુજરાત સમાચાર

P.R
સુરત જહાગીરપુરા પોલીસ મથકમા નારાયણ સાઇ વિરુધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસના હાથે નારાયણ સાઇ ભલે લાગ્યા ન હોય, પરંતુ તેમના ખાસ ગણાતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. જેમા પણ ખાસ કરીને નારાયણ સાઇને મહિલા સપ્લાય કરનાર ગંગાને પકડવા માટે સુરત પોલીસની એક ટીમ ઉદેપુર રવાના થઇ હતી. જો કે આ દરમિયાન ગંગાને ઉદેપુરથી સુરત લાવનારી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા એવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. જે. ભરવાડને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય આ કેસની તપાસ કરી રહેલા જી ડિવીઝનના એસીપી આર.એ. મુન્શી પાસેથી તપાસનો ચાર્જ ઝુંટવીને એફ ડિવીઝનના એસીપી મુકેશ પટેલને સોંપી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈની સાગરિત અને તેના પરના બળાત્કારના કેસની આરોપી ગંગાને ઉદેપુરથી લાવવા માટે વી.જે. ભરવાડની ટીમ ઉદેપુર ગઈ હતી. આ કેસમાં ગંગાને ઉદેપુરથી સીધી સુરત લાવવાનો આદેશ હતો. જો કે વી.જે. ભરવાડ ગંગાને સુરત લાવવાને બદલે પહેલાં અમદાવાદ ગયા હતા. ત્યાં એક હોટેલમાં ગંગાને ઉતારો આપીને પછી તેઓ પોતાની પત્નીને મળવા ઘરે ઉપડી ગયા હતા. સુરતના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને આ વાતની ખબર પડી જતા તાત્કાલિક અસરથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા એવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. જે. ભરવાડને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.