ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

નેનો બની ગુજરાતની, થયા હસ્તાક્ષર

ટાટા મોટર્સ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક બાદ આજે સાંજે આ કરાર વચ્ચે હસ્તાક્ષર થયા હતા. જેને લઇને સમગ્ર ગુજરાતમાં આજે દુર્ગાષ્ટમીની સાથોસાથ આનંદોત્સવ છવાયો છે.

આજે બપોરે મળેલી બેઠકમાં નેનો કારના ઉત્પાદન માટે સાણંદ નજીક જમીન આપવા તથા અન્ય શરતોને આધીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા રતન ટાટા વચ્ચે આ મામલે હસ્તાક્ષર થયા હતા. જે મુજબ આ લાખેરી કારના ઉત્પાદન માટે અંદાજે 1100 એકર જેટલી જમીન ફાળવાનું નક્કી કરાયું છે.

મળેલી માહિતી મુજબ અહી વાર્ષિક 2.5 લાખ કાર ઉત્પાદન ક્ષમતાવાળો પ્લાન્ટ કાર્યન્વત કરાશે. તો બીજી બાજુ નેનાના ગુજરાતમાં આગમનને લઇને લોકોમાં એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે.