શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (14:11 IST)

નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે

સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 9મીએ સાંજે ઉદ્દઘાટન કરશે. ઉપરાંત નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે. સાયન્સ સિટીના અંદરના એક માર્ગને નોબેલ લોરેટ્સનું નામ આપીને નોબેલ વિજેતાઓનું સન્માન કરાશે તેમ રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે કહ્યું હતું.  નોબેલ લોરેટ્સને સાંભળવા માટે 500 જેટલા વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરાશે. જેમાં નવ નોબેલ લોરેટ્સ આવશે. નોબેલ એક્ઝિબિશન તા. 9મી જાન્યુઆરીથી તા. 12મી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જોવા આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને અંતરિક્ષ, અવકાશ, વિજ્ઞાન, સમુદ્ર જેવી થીમ પર ફિલ્મો દર્શાવવામાં આવશે. પ્રસંગે તા. 10મીએ મહાત્મા મંદિરમાં નોબેલ લોરેટ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે.