શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 6 જાન્યુઆરી 2009 (16:20 IST)

પર્યટન સ્થળોનો વિકાસ કરાશે

12-13 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારોની બેઠક

ગુજરાત સરકારે આજે કહ્યું કે, રાજ્યને વિશ્વના પર્યટન સ્તરે લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આ અંતર્ગત વિદેશી સરકારો સાથે વાતચીત ચાલી રહી છે.

રાજ્યના પર્યટન સચિવ કિશોર રાવે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, આ પ્રયાસો અંતર્ગત દુનિયાભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારોની આગામી સપ્તાહે 12-13 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ ખાતે બેઠક આયોજિત કરવામાં આવી રહી છે. આ વર્ષની બેઠકોમાં ગુજરાત પર્યટનને વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત અભિયાનમાં જાપાનની સરકાર સહયોગ કરી રહી છે અને રાજ્યમાં રામાયણથી જોડાયેલ વિસ્તારોને વિશ્વ સ્તરે લાવવા માટે શ્રીલંકા સરકાર સાથે પણ વાર્તાલાપ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, બૌધ્ધ ધર્મથી સંકળાયેલા સ્થાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

રાવે જણાવ્યું કે, સ્થાનિક પર્યટકોને આકર્ષવા માટે દ્વારકા, સોમનાથ, દાંડી માર્ચ માર્ગ અને ગાંધીજીથી જોડાયેલા સ્થળોને વિકસાવવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે જે ઉપર બીચ બનાવી આ ક્ષેત્રને વિકસાવવામાં આવશે.