ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 6 મે 2014 (13:00 IST)

પવિત્ર દામોદર કુંડમાં મહાકાય મગર દેખાતા નાસભાગ

રાજ્યના ગરવા ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં સાત ફૂટ લાંબા મગરે ડેરાતંબૂ તાણતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા રેસ્ક્યૂ ટીમે મગરને પકડવાની કવાયત આદરી હતી.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર દામોદરકુંડમાં શ્રદ્ધાળુઓ ધાર્મિકવિધિ કરાવવા આવતા હોય છે. તેમ જ તેમાં સ્નાન કરીને પવિત્ર થતા હોય છે ત્યારે આ કુંડમાં મહાકાય મગર દેખાતા જ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસની તળેટીની ચટ્ટાનોમાંથી આ મગર કુંડ સુધી કેવી રીતે પહોંચ્યો તેનું રહસ્ય પણ અકબંધ રહ્યું હતું.
 
દામોદરકુંડમાં ધસી આવેલા મહાકાય મગરને બહાર કાઢવા માટે વનવિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.