શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

ફૂલોના બજારમાં આગ ભડકી ઉઠી

કલકત્તા. કલકત્તાના મોટા બજારમાં એશિયાની સૌથી મોટા ફૂલોના જથ્થાબંધ બજારમાં શુક્રવારે રાત્રે આગ લાગવાથી ઓછામાં ઓછી 236 દુકાનો બળીને ખાખ થઈ ગઈ.

અગ્નિશામક સૂત્રોના જણાવ્યા મુજબ આગ પર ત્રણ કલાકમાં કાબૂ મેળવી લીધો હતો. આમાં કોઈ વ્યક્તિના ઘાયલ થવાના કોઈ સમાચાર નથી.

પોલીસે કહ્યુ કે હાવડા બ્રિજ (રવીન્દ્ર સેતુ)ની નજીક જગન્નાથ ઘાટની પાસે બનેલા આ ફૂલ બજારમાં લાગેલી ભીષણ આગને કારણે 236 દુકાનો બળીને નષ્ટ થઈ ગઈ.

અગ્નિશામક અધિકારીઓએ જણાવ્યુ કે આગ ઓલાવવા માટે 16 બંબાઓનો ઉપયોગ કરવામા આવ્યો ત્યારે આ આગ કાબૂમાં આવી.

પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે ગેસ સિલેંડર ફાટવાને કારણે આગ લાગવાની શંકા બતાવવામાં આવી છે કહેવાય છે કે આ અગ્નિકાંડમાં એલપીજીના ત્રણ સિલેંડર ફાટ્યા છે. આ જ કારણ છે કે આગે આટલુ ભયાનક રૂપ લઈ લીધુ.