ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

બે ગ્રહણો પ્રતિકુળ બનશે !

હાલના ટૂંકાગાળામાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનો યોગ સર્જાયો હોઇ આ તબક્કો પ્રતિકુળ અસરો ઊભી કરી શકે છે. ગ્રહણના સમયે ગોચરના ગ્રહો જો પ્રતિકુળ હોય તો દેશ વિદેશ માટે અશુભ બની શકે છે.

હાલના ટૂંકાગાળામાં ૨૬મી જાન્યુઆરીએ સૂર્યગ્રહણ થયું અને૯મી ફેબ્રુઆરીએ ચંદ્રગ્રહણ થનાર છે.ટૂંકાગાળામાં થનારા આ બે ગ્રહણો પ્રતિકુળ અસરો ઊભી કરી શકે છે. આ ઊપરાંત સાથે સાથે ગોચરમાં સૂર્ય, મંગળ, રાહુ, ગુરૂની અશુભ યુતિ છે. જ્યોતિશાચાર્યોના મતે આ યુતિમાં ત્રણ અશુભ યોગો જેવા કે અંગારક યોગ, ચાંડાળ યોગ અને શ્રાપિતયોગ ઊભા થઇ રહ્યા છે. જેને લીધે વિભિન્ન ક્ષેત્રોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યકિતગત કુંડળીની દ્રષ્ટિએ સૂર્યગ્રહણ મકર તેમજ કુંભરાશિમાં જાતકો માટે પ્રતિકુળ ગણાય અને ચંદ્રગ્રહણ કર્ક તેમજ મિથુન રાશિના જાતકો માટે પ્રતિકુળ ગણાય. આ ચારેય રાશિવાળા જાતકો ઊપરાંત જે દેશનું નામ કે જે કંપનીનું નામ આ રાશિ પરથી હોય તેને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કોને વધુ અસરકર્તા
મકર, કુંભ, ક્રક અને મિથુન રાશિના જાતકો તથા આ નામથી શરૂ થતી કંપનીઓ સહિત સંસ્થાઓ માટે સમય પ્રતિકુળ રહેવાની સંભાવના.