બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

બોલ માડી અંબે...જય જય અંબે...

PRP.R
શ્રધ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરનાર મા અંબેના મંદિરમાં ભક્તોની ભીડ સદાય હોય છે. પરંતુ ભાદરવી પૂનમનો મહિમા અનેરો છે. પદયાત્રા કરી માના દર્શન કરવાની શ્રધ્ધા સાથે અહીં લાખો શ્રધ્ધાળુઓ ઉમટે છે. અમદાવાદના પદયાત્રા સંઘે બોલ માડી અંબે...જય જય અંબેના નાદો સાથે માસના પ્રારંભે માના દરબાર તરફ ઉત્સાહભેર પ્રયાણ શરૂ કર્યું છે.

આમ દિવસોમાં શક્તિપીઠ એવું આ મંદિર સંકુલ મા અંબેના ગગનભેદી નાદોથી ગુંજી ઉઠે છે. પરંતુ ભાદરવા માસ દરમિયાન તો અંબાજીથી જોડાયેલા તમામ માર્ગો બોલ બોલ માડી અંબે...જય જય અંબેના ગગનભેદી નારાઓ ગૂંજે છે.

  અંબાજી દુર છે, જવુ જરૂર છે..નાદોથી અંબાજીના માર્ગો ગૂંજી ઉઠશે, જગત માતાના દરબારમાં લાખો પદયાત્રીઓ માથુ ટેકવશે      
ભાદરવી પૂનમે માના ધામમાં પદયાત્રાએ આવવાનો અનેરો મહિમા છે. રાજ્ય સહિત આસપાસના પ્રાંતમાંથી પણ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. આજથી ભાદરવા માસનો પ્રારંભ થયો છે ત્યારે જગત માતા અંબાના દર્શને જવા અમદાવાદના શ્રધ્ધાળુઓમાં ઉત્સાહ સમાતો નથી. અહીની દૂધવાળી પોળના પદયાત્રીઓએ 'અંબાજી દૂર છે, જવું જરૂર છે' સહિતના નાદ સાથે ઉત્સાહભેર માના ધામ તરફ પ્રયાણ આદર્યું છે....